રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ૧૭૩મી બોર્ડ બેઠક યોજાઈ. - At This Time

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ૧૭૩મી બોર્ડ બેઠક યોજાઈ.


રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૨૬-૭-૨૦૨૪ના રોજ ૧૭૩મી બોર્ડ બેઠક ચેરમેન ડી.પી.દેસાઈ ની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવા બાબત. રૂડા હસ્તકના રીંગ રોડ-૨, ફેઝ-૨ કણકોટ ચોકડીથી પારડી ચોકડી લંબાઈ-૮.૧૩ કી.મી. સુધીના રસ્તાને ૪-માર્ગીય બનાવવા મંજૂરી આપી. રૂડાના વિસ્તારમાં ખાનગી હોર્ડીંગ ઉભા કરવા RMCની પોલીસી સ્વીકારવા મંજુરી આપી. ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, ક્લેક્ટર પ્રભવ જોષી, મ્યુનિ.રિઝીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી મહેશ જાની, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકર રૂડાના સી.ઈ.એ. જી.વી.મીયાણી, મુખ્ય નગર નિયોજક પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા RMCના સીટી એન્જી. કે.કે.મહેતા હાજર રહેલ હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.