400ની ઉઘરાણીમાં પરપ્રાંતિય યુવક પર છરીથી હુમલો - At This Time

400ની ઉઘરાણીમાં પરપ્રાંતિય યુવક પર છરીથી હુમલો


ગોકુલધામ સરકારી આવાસ યોજના કવાર્ટર પાસે રૂા.400ની ઉઘરાણી મામલે પરપ્રાંતિય યુવક પર કાના નામના શખ્સે છરીથી હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગોકુલધામ આવાસ યોજના કવાર્ટરમાં રહેતા સુભાષભાઈ ઉજાગરલાલ પાલ એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કાનાનું નામ આપી જણાવ્યું હતું કે તે કલરકામની છુટક મજુરી કરે છે. ગઈ તા.22-7ના દશેક વાગ્યાની આસપાસ ઘરની બહાર બેઠો હતો ત્યારે કોઈએ ઉપરના માળેથી બારણુ ખખડાવતો હોય તેવો અવાજ આવતા જોયુ તો રેશ્માના ઘરનુ બારણુ ખુલતુ ન હોય જેથી ખોલવા માટે કોશીશ કરતી હોય અને તેણીએ કહેલ કે મારે મારી દીકરી માટે દુધ લેવુ છે જેથી રૂા.400 આપો તેણે પૈસા આપવાની ના પાડતા મહિલાએ તેના મિત્ર કાનાને કોલ કરેલ અને જણાવેલ કે સુભાષભાઈ મારા ઘરે આવેલ છે તેને કહો કે મને 400 રૂપિયા દૂધ લેવા માટે આપે.
જેથી કાનાએ કહેતા તેને મહિલાને રૂા.400 ઉછીના આપેલ હતા. જે બાદ સાંજના સમયે મહિલાના ઘરે રૂપિયા માંગવા જતા જયાં કાનો હતો નહી અને બાદમાં રોડ પર તે બાઈક લઈ ધસી આવેલ અને તુ કેમ રેશ્મા પાસે રૂપિયા માંગે છે તેમ કહી ઢીકાપાટુનો માર મારી છરી કાઢી હવે તુ પૈસા માંગીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી છરીનો ઘા ઝીંકી દીધો હતો અને બાદમાં તે નાસી છુટયો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.