આજે વૈશાખ સુદ.૧૩.તેરસના શુભ દિવસે વાગડ.ચોરાડ. વઢિયાર અને ખડીર આહીર સમાજ ના લગ્નોત્સવ યોજાયા* - At This Time

આજે વૈશાખ સુદ.૧૩.તેરસના શુભ દિવસે વાગડ.ચોરાડ. વઢિયાર અને ખડીર આહીર સમાજ ના લગ્નોત્સવ યોજાયા*


*વાગડ આહિર સમાજ લગ્ન મહોત્સવ *
ભગવાન શ્રી કૃષ્ણના સમયથી ચાલી આવતી પરંપરા અને વિરાસતને જાળવીને શ્રી વાગડ આહીર સમાજમાં કુલ 98 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં.
સાંપ્રત સમયમાં જ્યારે દુનિયા આધુનિકતાની દોડ પાછળ ઘેલી છે ત્યારે આહીર સમાજ દ્વારા દર વર્ષે વૈશાખ સુદ તેરસના એક જ દિવસે આહીર સમાજ દ્વારા હજારો વર્ષોથી ચાલી આવતી પોતાની ભવ્ય વિરાસતને જાળવી રાખીને સામૂહિક લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષે વાગડ વિસ્તારના ગામડાઓ જેમાં સુખપર - ૨૦ નાંદા- ૨ વિજાપર-1આડેસર- ૩૯ લખાગઢ- ૧૮ સણવા- ૩ ફુલપરા- ૧ મોમયમોરા- ૬
માંજુવાસ_૮ એમ કુલ 98 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં .તો ખડીર વિસ્તારમાં રતનપર 16 કલ્યાણપર 10 અને અમરાપર 4 લગ્ન યોજાયા હોવાનું રતનપર ના સરપંચ દશરાથભાઈ આહિરે જણાવ્યું હતું જેમાં આહિર સમાજ પ્રમુખ.રણમલ સવા છાંગા.
જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન..રૂપેશ ભાઈ રણમલ છાંગા
કરશન બીજલ વરચંદ.પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય
હમીર કરશન .તાલુકા પંચાયત ચેરમેન ભચાઉ.
નારણ મેરામણ એપી એમ સી.ભચાઉ
દશરથ વેલજી છાંગા..સરપંચ રતનપર
માદેવા રણમલ .સરપંચ અમરાપર
તથા આહીર સમાજ આવવાનો ની હાજરી માં આજે તેરસ ના લગ્ન સંપન્ન થયા હતા
વણજોયું મુહૂર્ત વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ અને ગણેશ ચોથથી ગણેશ સ્થાપનાની શરૂઆત ,મામેરા અને પોસલી તથા જાનોઠળા સ્વરૂપે ભોજન સમારંભ જેવા વિવિધ આહીર સમાજની લગ્ન પરંપરાના પ્રસંગો સાથે વૈશાખ સુદ 13 ના શુભ મુહર્ત ના મંગળફેરાનું સમસ્ત વાગડ આહીર સમાજ દ્વારા સામૂહિક આયોજન કરવામાં આવ્યું હતું. આહિર સમાજ ની મહિલાઓ અને યુવતીઓ તથા લોકો પરંપરાગત પહેરવેશ મા જોવા મળતા હતા
આહિર સમાજ ના ખોડાભાઇ ભુરાભાઈ,કાનાભાઈ માદેવાભાઈ, જીવણભાઈ કાનાભાઈ મોમાયમોરા, નોઘાભાઈ દેવદાન ભાઈ, કાનાભાઈ માદેવાભાઇ લખાગઢ, ભગાભાઇ આહિર આડેસર લાલાભાઈ,નારણભાઈ ભલાભાઈ,માદેવાભાઈ ખોડાભાઇ આડેસર, ભચાભાઈ ડાયાભાઇ,ભચાભાઈ બાઉભા ઈ દેવાયાતભાઈ ભગાભાઇ સુખપર, દાનાભાઈ દેવાયતભાઈ ફૂલપરા,બાબુભાઈ દેવાયતભાઇ સણવા,ખેંગાભાઈ વિજાપર,દેવાભાઇ ખેંગાભાઇ નાંદા તથા આલાભાઈ લુંભાભાઈ,કાનાભાઈ નાગદાન વાલાભાઈ માણસુર માંજુવાસ વગેરેની હાજરીમાં લગ્ન સંપન્ન થયા હતા એવું શ્રી વાગડ આહીર સમાજના મંત્રી શ્રી અરજણભાઇ ડાંગર તથા શ્રી વાગડ આહીર યુવક મંડળના પ્રમુખ શ્રી નારણભાઈ એ જણાવ્યું હતું.

રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.