મુંજકાના પૂર્વ સરપંચ સહિત 4 શખ્સોએ રાજેન્દ્રસિંહ ઝાલા પર હુમલો કર્યાનો આક્ષેપ : દાંત પાડી નાખ્યા - At This Time

મુંજકાના પૂર્વ સરપંચ સહિત 4 શખ્સોએ રાજેન્દ્રસિંહ ઝાલા પર હુમલો કર્યાનો આક્ષેપ : દાંત પાડી નાખ્યા


રાજકોટમાં આવેલ મુંજકામાં ગત રોજ મારામારીની ઘટના બનેલી. જેમાં પૂર્વ સરપંચ સહિત 4 શખ્સોએ રાજેન્દ્રસિંહ ઝાલા નામના વ્યક્તિ પર હુમલો કરી બે દાંત પાડી નાખ્યા હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકે નોંધાઇ છે. રાજેન્દ્રસિંહ જે શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉનશીપમાં રહે છે, પૂર્વ સરપંચ જયેશ જાદવ સોસાયટીના એસો.માં દખલગીરી કરતા હોય તેને વોટસએપ ગ્રુપમાંથી કાઢી નાખતા હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે.
ભુતખાના ચોક ખાતે પી.આર.બ્રધર્સ નામની મશીનની દુકાન ચલાવતા અને મુંજકા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના શ્યામા પ્રસાદ મુખર્જી 13 માળિયા કવાર્ટરમાં રહેતા રાજેન્દ્રસિંહ પથુભા ઝાલા (ઉ.વ.48)એ યુનિવર્સિટી પોલીસ મથકે ગઈ કાલે રાત્રે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે, મુંજકા રહેતા અને અગાઉ અહીંના સરપંચ રહી ચૂકેલા જયેશભાઈ જાદવ કે જે જે.ડી.ના નામથી ઓળખાય છે.
જે સોસાયટીના એસોસિએશનમાં દખલગીરી કરી દાદાગીરી કરતા હોય તેથી જયેશ જળવને સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાંથી નાખવામાં આવેલ. આથી તે ઉશ્કેરાયા હતા અને આ વાતનો ખાર રાખી ગઈકાલે રાજેન્દ્રસિંહ પોતાની દુકાનેથી બાઈક પર ઘરે જતા હતા ત્યારે મુંજકા ગામના પાણીના ટાંકા પાસે આરોપી નવઘણ આહીર અને તેની સાથેના મુંજકાના પૂર્વ સરપંચ જયેશ જાદવ (જેડી), વિશાલ આહીર, જયદીપ ઉર્ફે લાલો જળું આ ચારેય આરોપીઓએ રાજેન્દ્રસિંહને રોકી વિશાલે તેનું બાઈક આડું નાખી ઢીકા પાટુનો માર માર્યો હતો.
રાજેન્દ્રસિંહનો આક્ષેપ છે કે, ચારેય શખ્સ મારતા હતા ત્યારે કોઈએ માથામાં પાઈપ માર્યો અને બનાવમાં તેમના બે દાંત પડી ગયા હતા જેથી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા અને નજીકમાં રહેતા સંબંધી જ્યોતિબા સોઢાના ઘરે જતા રહ્યા હતા અહીંથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
યુનિવર્સિટી પોલીસના પીઆઈ એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ આઈ ટી મોરવાડીયાએ આઇપીસી કલમ 323, 325, 341, 114 વગેરે મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.