જસ્ટિસ સંજીવ ખન્ના દેશના 51મા ચીફ જસ્ટિસ બન્યા:રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા, 6 મહિનાનો કાર્યકાળ રહેશે; આ દરમિયાન મેરિટલ રેપ સહિત 5 મોટા કેસની સુનાવણી થશે
જસ્ટિસ સંજીવ ખન્ના દેશના 51માં ચીફ જસ્ટિસ બની ગયા છે. સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બરના રોજ નિવૃત્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ માત્ર 6 મહિનાનો રહેશે. 64 વર્ષીય જસ્ટિસ ખન્ના 13 મે, 2025ના રોજ નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ખન્નાએ 65 ચુકાદાઓ લખ્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓ લગભગ 275 બેન્ચમાં સામેલ રહ્યા છે. જસ્ટિસ સંજીવના કાકા જસ્ટિસ હંસરાજ ખન્ના પણ સુપ્રીમ કોર્ટમાં જજ હતા. જો કે સિનિયર હોવા છતાં ઈન્દિરા સરકારની ઈમરજન્સીના વિરોધને કારણે તેમને ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા ન હતા. તેમની જગ્યાએ જસ્ટિસ એમએચ બેગને CJI બનાવવામાં આવ્યા હતા. આના વિરોધમાં જસ્ટિસ હંસરાજે સુપ્રીમ કોર્ટના જજ પદેથી રાજીનામું આપી દીધું હતું. પિતા દિલ્હી હાઈકોર્ટના જજ અને કાકા સુપ્રીમ કોર્ટના જજ હતા સંજીવ ખન્નાનો વારસો વકિલાતનો રહ્યો છે. તેમના પિતા દેવરાજ ખન્ના દિલ્હી હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. જ્યારે કાકા હંસરાજ ખન્ના સુપ્રીમ કોર્ટના જાણીતા જજ હતા. તેમણે ઈન્દિરા સરકાર દ્વારા ઈમરજન્સી લાદવાનો વિરોધ કર્યો હતો. તેમણે રાજકીય વિરોધીઓને ટ્રાયલ વિના જેલમાં ધકેલી દેવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. 1977 માં, એવું માનવામાં આવતું હતું કે તેઓ વરિષ્ઠતાના આધારે ચીફ જસ્ટીસ બનશે, પરંતુ જસ્ટિસ એમએચ બેગને CJI બનાવવામાં આવ્યા. જેના વિરોધમાં તેમણે સુપ્રીમ કોર્ટમાંથી રાજીનામું આપી દીધું હતું. ઈન્દિરાની સરકાર ગયા બાદ તેઓ ચૌધરી ચરણ સિંહની સરકારમાં 3 દિવસ માટે કાયદા મંત્રી પણ બન્યા હતા. તેમના કાકાથી પ્રભાવિત જસ્ટિસ સંજીવે વકીલાતને તેમની કારકિર્દી તરીકે પસંદ કરી જસ્ટિસ સંજીવ તેમના કાકાથી પ્રભાવિત હતા, તેથી તેમણે 1983માં દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો. દિલ્હીની તીસ હજારી કોર્ટમાંથી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. તે પછી તેઓ આવકવેરા વિભાગ અને દિલ્હી સરકારના નાગરિક બાબતોના સ્ટેન્ડિંગ કાઉન્સેલ પણ હતા. સામાન્ય ભાષામાં સ્ટેન્ડિંગ કાઉન્સેલ એટલે સરકારી વકીલ. 2005માં જસ્ટિસ ખન્ના દિલ્હી હાઈકોર્ટના જજ બન્યા. જ્યાં તેમણે 13 વર્ષ સુધી આ પદ સંભાળ્યું હતું. 2019માં જસ્ટિસ ખન્નાને બઢતી આપીને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. જોકે, તેમનું પ્રમોશન પણ વિવાદાસ્પદ રહ્યું હતું. ખરેખરમાં, 2019માં, જ્યારે CJI રંજન ગોગોઈએ તેમના નામની ભલામણ કરી, ત્યારે જસ્ટિસ ખન્ના સીનિયોરિટીમાં 33મા નંબર પર હતા. જસ્ટિસ ગોગોઈએ તેમને સુપ્રીમ કોર્ટ માટે વધુ સક્ષમ માનીને તેમને બઢતી આપી હતી. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કૈલાશ ગંભીરે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમની નિમણૂક વિરુદ્ધ પત્ર પણ લખ્યો હતો. જસ્ટિસ કૈલાશે લખ્યું- 32 જજોની અવગણના કરવી એ ઐતિહાસિક ભૂલ હશે. આ વિરોધ છતાં રાષ્ટ્રપતિ કોવિંદે જસ્ટિસ ખન્નાની સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે નિમણૂક કરી હતી. સંજીવે 18 જાન્યુઆરી 2019ના રોજ પદ સંભાળ્યું હતું. કલમ 370, ચૂંટણી બોન્ડ જેવા જસ્ટિસ ખન્નાના મોટા ચુકાદાઓ સુપ્રીમ કોર્ટમાં તેમની 6 વર્ષની કારકિર્દીમાં જસ્ટિસ ખન્ના 450 બેન્ચમાં સામેલ રહ્યા છે. તેમણે પોતે 115 ચુકાદાઓ લખ્યા હતા. આ વર્ષે જુલાઈમાં જસ્ટિસ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. 8 નવેમ્બરે AMU સંબંધિત નિર્ણયમાં જસ્ટિસ ખન્નાએ યુનિવર્સિટીને લઘુમતીનો દરજ્જો આપવાનું સમર્થન કર્યું છે. સમલૈંગિક લગ્નના કેસમાંથી પોતાને બહાર રાખ્યા જસ્ટિસ ખન્નાએ સમલૈંગિક લગ્ન સાથે સંબંધિત અરજીની સુનાવણીથી પોતાને બહાર રાખ્યા હતા. આ પાછળ તેમણે અંગત કારણો આપ્યા હતા. જુલાઇ 2024માં, સમલૈંગિક લગ્ન કેસ પર સમીક્ષા અરજીની સુનાવણી માટે 4 જજોની બેંચ બનાવવામાં આવી હતી, તેમાં જસ્ટિસ ખન્ના પણ સામેલ હતા. સુનાવણી પહેલા જસ્ટિસ ખન્નાએ કહ્યું કે તેમને આ કેસમાંથી મુક્તિ આપવામાં આવે. કાયદાકીય ભાષામાં આને કેસમાંથી છૂટકારો આપવો કહેવાય છે. જસ્ટિસ ખન્નાના અલગ થવાને કારણે સુનાવણી આગામી બેંચની રચના સુધી સ્થગિત કરવી પડી હતી. સુપ્રીમ કોર્ટના CJI બનવા માટે કોલેજિયમની વ્યવસ્થા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની પસંદગી માટે એક નિશ્ચિત પ્રક્રિયા છે, જેને સુપ્રીમ કોર્ટ કોલેજિયમ કહેવામાં આવે છે. તેમાં સુપ્રીમ કોર્ટના સૌથી સીનિયર જજો સામેલ છે. કેન્દ્ર તેની ભલામણો સ્વીકારે છે અને નવા CJI અને અન્ય જજોની નિમણૂક કરે છે. પરંપરા મુજબ સુપ્રીમ કોર્ટમાં અનુભવના આધારે સૌથી સીનિયર જજ ચીફ જસ્ટિસ બને છે. આ પ્રક્રિયા મેમોરેન્ડમ હેઠળ થાય છે, જેને MoP એટલે કે ' મેમોરેન્ડમ ઑફ પ્રોસિજર ફોર ધ અપોઈેટમેન્ટ ઓફ સુપ્રીમ કોર્ટ જજેજ' કહેવામાં આવે છે. વર્ષ 1999માં પ્રથમ વખત MoP તૈયાર કરવામાં આવી હતી. આ દસ્તાવેજ જજોની નિમણૂકની પ્રક્રિયામાં કેન્દ્ર, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની જવાબદારીઓ નક્કી કરે છે. MoP અને કોલેજિયમની વ્યવસ્થાને લઈને બંધારણમાં કોઈ જરૂરિયાત કે કાયદો બનાવવામાં આવ્યો નથી, પરંતુ આ અંતર્ગત જજોની નિમણૂક કરવામાં આવી છે. જો કે, 1999માં MoP તૈયાર થયા પહેલા પણ CJI પછી સૌથી સીનિયર જજને CJI બનાવવાની પરંપરા છે. વર્ષ 2015માં, બંધારણમાં સુધારા દ્વારા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (NJAC) ની રચના કરવામાં આવી હતી, આ જજોની નિમણૂકમાં કેન્દ્રની ભૂમિકાને વધારવા માટે હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કરી હતી. આ પછી, MoP પર વાતચીત ચાલુ રહી. ગયા વર્ષે પણ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે MoPને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. સૌથી સીનિયર જજને CJI બનાવવાની પરંપરા અત્યાર સુધીમાં બે વખત તૂટી ચૂકી છે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બે પ્રસંગોએ પરંપરાની વિરુદ્ધ જઈને CJI તરીકે સૌથી સીનિયર જજને બદલે અન્ય જજની નિમણૂક કરી હતી. 1973માં ઈન્દિરાએ જસ્ટિસ એએન રેને CJI બનાવ્યા, જ્યારે તેમનાથી સીનિયર ત્રણ જજો - જેએમ શેલત, કે.એસ. હેગડે અને એએન ગ્રોવરને બાકાત રાખવામાં આવ્યા. જસ્ટિસ રેને ઈન્દિરા સરકારના પસંદગીના જજ માનવામાં આવતા હતા. કેશવાનંદ ભારતી કેસમાં આદેશના એક દિવસ બાદ જ જસ્ટિસ રેને CJI બનાવવામાં આવ્યા હતા. 13 જજોની બેન્ચે 7:6ની બહુમતીથી ચુકાદો સંભળાવ્યો, જેમાં જસ્ટિસ રે લઘુમતીવાળા જજોમાં સામેલ હતા. જાન્યુઆરી 1977માં ઈન્દિરાએ ફરી એક વાર પરંપરા તોડી. તેમણે જસ્ટિસ એમએચ બેગને સૌથી સીનિયર જજ જસ્ટિસ હંસરાજ ખન્નાની જગ્યાએ CJI બનાવ્યા હતા. જસ્ટિસ ખન્ના ટૂંકા કાર્યકાળમાં 5 મોટા કેસની સુનાવણી કરશે પૂર્વ CJI ચંદ્રચુડનો કાર્યકાળ લગભગ 2 વર્ષનો હતો. તેની સરખામણીમાં CJI સંજીવ ખન્નાનો કાર્યકાળ ટૂંકો રહેશે. જસ્ટિસ ખન્ના માત્ર 6 મહિના માટે જ ચીફ જસ્ટિસના પદ પર રહેશે. તેઓ 13 મે 2025ના રોજ નિવૃત્ત થવાના છે. આ કાર્યકાળ દરમિયાન, જસ્ટિસ ખન્નાએ મેરિટલ રેપ કેસ, ઈલેક્શન કમિશનના સભ્યોની નિમણૂક પ્રક્રિયા, બિહાર જાતિની વસ્તીની માન્યતા, સબરીમાલા કેસની સમીક્ષા, રાજદ્રોહ (sedition)ની બંધારણીયતા જેવા ઘણા મોટા કેસોની સુનાવણી કરવાની છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.