જસ્ટિસ સંજીવ ખન્ના 51મા CJI હશે:ચીફ જસ્ટિસે નામની ભલામણ કરી; કાર્યકાળ માત્ર 6 મહિનાનો રહેશે, 13 મેના રોજ નિવૃત્ત થશે
જસ્ટિસ સંજીવ ખન્ના સુપ્રીમ કોર્ટના 51માં ચીફ જસ્ટિસ હશે. CJI DY ચંદ્રચુડે તેમના નામની સરકારને ભલામણ કરી છે. ખરેખરમાં, CJI ચંદ્રચુડ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. પરંપરા એવી છે કે વર્તમાન CJI તેમના ઉત્તરાધિકારીના નામની ભલામણ ત્યારે જ કરે છે જ્યારે તેમને કાયદા મંત્રાલય દ્વારા આવું કરવાની વિનંતી કરવામાં આવે છે. CJI ચંદ્રચુડ પછી જસ્ટિસ સંજીવ ખન્નાનું નામ યાદીમાં છે. તેથી જસ્ટિસ ખન્નાનું નામ આગળ કરવામાં આવ્યું છે. જો કે તેમનો કાર્યકાળ માત્ર 6 મહિનાનો રહેશે. 64 વર્ષીય જસ્ટિસ ખન્ના 13 મે, 2025ના રોજ નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ખન્નાએ 65 ચુકાદાઓ લખ્યા છે. આ દરમિયાન તેઓ લગભગ 275 બેન્ચમાં સામેલ રહ્યા છે. 14 વર્ષ સુધી દિલ્હી હાઈકોર્ટમાં જજ રહ્યા
જસ્ટિસ સંજીવ ખન્નાનો જન્મ 14 મે 1960ના રોજ થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. સ્નાતક થયા પછી, તેમણે 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું. સુપ્રીમ કોર્ટના જજ બનતા પહેલા તેઓ 14 વર્ષ સુધી દિલ્હી હાઈકોર્ટમાં જજ હતા. તેમને 2019માં સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના જજ બનવાને લઈને વિવાદ થયો હતો
જસ્ટિસ ખન્નાને 32 જજોની અવગણના કરીને સુપ્રીમ કોર્ટના જજ બનાવવા પર ભારે વિવાદ થયો હતો. 10 જાન્યુઆરી, 2019ના રોજ, કોલેજિયમે જસ્ટિસ મહેશ્વરીને તેમના સ્થાને અને જસ્ટિસ ખન્નાને વરિષ્ઠતામાં 33મા સ્થાને બઢતી આપવાનો નિર્ણય કર્યો હતો. આ પછી, ભલામણ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હસ્તાક્ષર કર્યા. સીનિયોરિટીને અવગણીને CJI બનાવવાના બે કેસ, બંને ઈન્દિરા સરકારના
એપ્રિલ 1973માં, સુપ્રીમ કોર્ટના ત્રણ સીનિયર જજને બાજુએ કરીને એએન રેને CJI બનાવવામાં આવ્યા હતા. જ્યારે જસ્ટિસ રે 1977માં નિવૃત્ત થયા ત્યારે જસ્ટિસ એચઆર ખન્ના સૌથી સીનિયર હતા. પરંતુ, તેમની જગ્યાએ જસ્ટિસ એમએચ બેગની પસંદગી કરવામાં આવી હતી. ઈમરજન્સી દરમિયાન જસ્ટિસ ખન્નાએ ઈન્દિરા સરકાર વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો, જસ્ટિસ સંજીવ ખન્ના તેમના ભત્રીજા છે. જસ્ટિસ સંજીવ ખન્નાના પિતા જસ્ટિસ દેવરાજ ખન્ના પણ દિલ્હી હાઈકોર્ટના જજ હતા. તેમના કાકા જસ્ટિસ હંસરાજ ખન્ના પણ સુપ્રીમ કોર્ટના જજ હતા. તે એક દુર્લભ સંયોગ હતો કે જસ્ટિસ સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમનો પ્રથમ દિવસ એ જ કોર્ટ રૂમથી શરૂ કર્યો, જ્યાંથી તેમના કાકા, સ્વર્ગસ્થ જસ્ટિસ એચ.આર. ખન્ના નિવૃત્ત થયા હતા. સમલૈંગિક લગ્નના કેસની સુનાવણીથી પોતાને દૂર કર્યા સમલૈંગિક લગ્ન પર 52 રિવ્યુ પિટિશન પર સુનાવણી ઓગસ્ટ 2024માં થવાની હતી. પરંતુ સુનાવણી પહેલા જ જસ્ટિસ સંજીવ ખન્નાએ આ કેસમાંથી પોતે કિનારો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ ખન્નાએ તેની પાછળ અંગત કારણો દર્શાવ્યા હતા. જસ્ટિસ ખન્નાના અલગ થવાથી રિવ્યુ પિટિશન પર વિચારણા કરવા માટે પાંચ જજોની નવી બેંચની રચના કરવી જરૂરી બનશે. આ પછી જ સુનાવણી કરી શકાશે. ખરેખરમાં, 17 ઓક્ટોબર, 2023 ના રોજ સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં 52 અરજીઓ કરવામાં આવી છે જેમાં નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ સંજીવ ખન્નાના ચર્ચિત કેસો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.