પરિવર્તન:જસ્ટિસ સંજીવ ખન્ના નવા ચીફ જસ્ટિસ બની શકે છે
એજન્સી | નવી દિલ્હી
મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) ડૉ.ડી વાય. ચંદ્રચૂડે પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં સુપ્રીમકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના નામની ભલામણ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે સીજેઆઈએ પોતાની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી દીધી છે. 9 નવેમ્બર 2022એ મુખ્ય ન્યાયમૂર્તિ બનેલા ચંદ્રચૂડનો કાર્યકાળ 10 નવેમ્બરે પૂરો થશે. મુખ્ય ન્યાયમૂર્તિની ભલામણ પછી કેન્દ્ર સરકારની સલાહ ઉપર રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કરે છે. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના 18 જાન્યુઆરી 2019ના રોજ સુપ્રીમકોર્ટના જજ બન્યા હતા. જો તે 11 નવેમ્બરે 51મા સીજેઆઈ તરીકે પદ ગ્રહણ કરે છે તો તેમનો કાર્યકાળ 6 મહિનાથી થોડોક વધારે રહેશે. તેઓ 13 મે, 2025એ સેવાનિવૃત થશે. 14 મે 1960ના રોજ જન્મેલા સંજીવ ખન્નાએ દિલ્હી વિશ્વ વિદ્યાલયથી કાયદાનો અભ્યાસ કર્યો છે. 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવીને વકીલાત શરૂ કરી હતી. ન્યાયમૂર્તિ ખન્ના તે બેન્ચમાં રહ્યા હતા જેને ચૂંટણી બૉન્ડને ગેરકાનૂની, ઈવીએમને વાજબી ઠરાવ્યું હતું
ન્યાયમૂર્તિ ખન્ના 2006માં દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને 18 જાન્યુઆરી 2019એ સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ બન્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.