દેશ ની એક માત્ર કેશ કાઉન્ટર વગર ની. સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી નું આગમન થતા ભવ્ય સત્કાર
સેવા ની ધૂણી ધખાવી ને બેઠેલા સજ્જનો સન્નારી ઓની સંસ્થા એટલે સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ
બીમાર ની સર્વ પ્રકાર ની સેવા કરવી એ જ ઈશ્વર ની સાચી સેવા છે
પરોપકાર સંતો નો સહજ સ્વભાવ છે તે વૃક્ષની સમાન છે તેના પાંદડા ફળ ફૂલ છાલ થડ અને મૂળ એ બધા જ ઉપકાર છે
ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી
ઉમરાળા ના ટિમ્બિ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ માં ક્રાંતિકારી માર્ગીયસ્મિતજી યૂમા ટીલેવિઝન ના સંજયભાઈ ભટ્ટ પૉડ્યુસર ડાયરેકટર નિલેશભાઈ પાઠક વડોદરા અખબારી તંત્રી શ્રી સામાજિક અગ્રણી દેવચંદભાઈ નાવડીયા સુરત સહિત ના મહાનુભવો નું આગમન થતા જ ઉષ્મા ભર્યું સ્વાગત કરતા બી એલ રાજપરા રસિકભાઈ ભીંગરાડીયા પરેશભાઈ ડોડીયા લવજીભાઈ નાકરાણી સહિત ટ્રસ્ટી શ્રી ઓ
દેશ ની એક માત્ર કેશ કાઉન્ટર વગર ની માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતી સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં પધારેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ના વરદહસ્તે દાતા શ્રી ના સહયોગ થી ઉપલબ્ધ અતિ અદ્યતન આંખ ની તપાસ સારવાર માટે એક કરોડ થી વધુ ની કિંમત નું મશીન લોકાર્પણ કરાયું માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ના દરેક વિભાગો અને તેની અદ્યતન ટેક્નોસેવી સાધનો થી દર્દી નારાયણ ના દુઃખ દર્દ દૂર કરતા સેવા ભાવિ તબીબી શ્રીઓ અને સ્ટાફ ની બેનમૂન સેવા નિહાળી પ્રભાવિત થતા મહાનુભવો એ જણાવ્યું હતું કે ઈશ્વર ની સ્વંયમ હાજરી નો અહેસાસ કરાવતી આ હોસ્પિટલ માં સેવારત ૨૦૦ જેટલા દેવદૂત ને એક સન્યાસી તરીકે મનવંદન કરું છું સ્વામી માર્ગીયસ્મિતજી ને આરોગ્ય ધામ ની વિશેષતા ઓથી અવગત કરતા ટ્રસ્ટી શ્રી ઓ દૈનિક ૧૫૦૦ જેટલા દર્દી દેવો સાથે પધારતા સહાયકો સાત્વિક ભોજન પ્રસાદ વિના મૂલ્યે અપાય છે દૂરસદુર થી આવતા દર્દી નારાયણ ને સામાન્ય થી લઈને ગંભીર બીમારી નાં ઓપરેશન સારવાર દવા રહેવા જમવા ની ઉતમોતમ સુવિધા વિના મૂલ્યે પ્રદાન કરાય છે ઉદાર દિલ દાતા શ્રી ઓનાં આર્થિક સહયોગ થી માસિક કરોડો રૂપિયા નો ખર્ચ ભોગવતી હોસ્પિટલ માં ૨૦૦ થી તબીબી અને સહાયક આરોગ્ય નો કર્મચારી સ્ટાફ ધરાવતી હોસ્પિટલ સદગુરુ દેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી નું માનવ સેવા નું વિચાર બિજ છે આજીવન કંચન અને કામીના ત્યાગી પરમ વૈરાગી એ એક પણ રૂપિયો લીધા વિના સંપૂર્ણ મફત દર્દી ઓની સેવા માટે સ્થાપેલ સ્વામી નિર્દોષાનંદજી આરોગ્ય ધામ ના ભૂમિદાતા ને સંસારી સતી રત્ન કહી શકાય ભૂમિ દાતા મનુબેન ભીંગરાડિયા ની ત્યાગ વૈરાગ્ય સતી રત્ન સમાંતર છે યુવાવયે ગંગા સ્વરૂપા એ એકપુત્રી રત્ન શિશુ અવસ્થામાં હતા અને એક પુત્રી રત્ન ગર્ભ માં હતા એવા સમયે જીવાય ની જમીન દાન માં આપી અને નિર્માણ થયું આરોગ્ય ધામ જ્યાં અસ્તિત્વ પણ ઊર્જા રૂપે હજારો દર્દી ઓનાં દુઃખ દર્દ દૂર કરવાનો અવિરત સેવાયજ્ઞ ચલાવવા સધિયારો અર્પે છે દુઃખ દર્દ થી કણસતા લાખો દર્દી ઓનાં દુઃખ દર્દ દૂર કરવા નાં આ સેવા યજ્ઞ માં સેવારત ઉદારદિલ દાતા ઓ માનવતા વાદી તબીબી સ્ટાફ નિસ્વાર્થ ભાવે સમર્પિત ટ્રસ્ટી મંડળ નાં બેનમૂન સંકલન થી અંતરયાળ ગામડા માં ગુજરાત રાજ્ય સહિત આંતરરાજ્ય માંથી અવિરત આવતા દર્દી ઓની સેવા તેમના ચહેરા ઉપર સંતોષ રૂપે સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા એ માહિતી આપતા જણાવ્યું હતું કે
માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ માં આવતા દર્દી નારાયણો ને નાના મોટા ઓપરેશનો માં ઈંફેશન રેસિયો નહીવત છે એ. સદગુરુ દેવ ના અસ્તિત્વ નો પ્રભાવ કહી શકાય "શરીર માધ ખલું સર્વ સાધનમ" નિરોગી શરીર એ જ બધા સુખ છે દેશ દેશવર થી આવતા નિષ્ણાત સેવાભાવી તબીબો કોઈ અપેક્ષા વગર જટિલ રોગો ની સારવાર માટે અહીં સેવા માટે અવિરત આવતા રહે છે હોસ્પિટલ ના સુપ્રીટેન્ડન ડો રાજપરા અમેરિકા જેવા દેશ માથી ધીક્તિ પ્રેક્ટિસ મૂકી આ હોસ્પિટલ માં સંપૂર્ણ સમર્પિત છે આવા અનેક ઉદારણો સાથે દર્દી દેવો થી ધમધમતું આરોગ્ય ધામ અકડેઠઠ ઓપીડી નિઃશુલ્ક સેવા સારવાર ના સાક્ષી બનતા મહાનુભવો એ દરેક વિભાગો માંથી તબીબો સાથે રૂબરૂ વાતચીત કરી ખૂબ સંતોષ અનુભવ્યો વિદાય લેતા પહેલા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ સુંદર સંદેશ આપ્યો
"જીવન અંજલિ થજો જીવન અંજલિ થજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું થજો નીર દિન દુખિયા ના આંસુ લ્હો તાં કદી ના ધરજો અંતર જીવન અંજલિ થજો" શ્રેય માર્ગે ચાલવાની પ્રેરણા મળે તેવા ઉદાત આરોગ્ય ધામ ની મુલાકાત થી ખૂબ સંતોષ સાથે મહાનુભવો એ વિદાય લીધી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.