સરકારે માંગણી ન સ્વીકારી છતાં અંતે જુનિયર ડોક્ટરોએ હડતાળ સમેટી - At This Time

સરકારે માંગણી ન સ્વીકારી છતાં અંતે જુનિયર ડોક્ટરોએ હડતાળ સમેટી


અમદાવાદસીનિયર રેસિડેન્ટન્સીને
બોન્ડ સેવામાં ગણી લેવાની માંગ સાથે  ૧૩ દિવસથી
હડતાળ પર ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટરો-જુનિયરા ડોક્ટરોએ અંતે આજે હડતાળ સમેટી લીધી છે.રેસિડેન્ટશિપ
સરકાર પૂરી કરી દેશે કે સ્ટાઈપેન્ડ કાપી લેશે તેવા ડરને લીધે અંતે હાલ તો જુનિયર ડોકટરોએ
ઝુકવુ પડયુ છે અને સરકારે કોઈ પણ પ્રકારની ખાત્રી ન આપતા કે માંગણી ન સ્વીકારતા માત્ર
આશ્વાસન આપ્યુ છે.છતાં જુનિયર ડોક્ટરોએ હડતાળ સમેટી લીધી છે.બી.જે.મેડિકલ
સહિતની સરકારી મેડિકલ કોલેજોના પીજી સીનિયર સ્ડુટન્ટ-રેસિડેન્ટ ડોક્ટરો તેમજ
ઈન્ટર્ન ડોક્ટરોની હડતાળ અને ધરણા છતાં સરકારે તેઓની સીનિયર રેસિડેન્ટસીને બોન્ડ
સેવા ગણવાની માંગણી સ્વીકારી નથી. જુનિયર ડોકટરો ઈમર્જન્સી અને કોવિડ સેવાથી અળગા
રહ્યા હતા અને જેને લઈને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર-ઓપરેશનો તેમજ ઓપીડીમાં
ભારે મુશ્કેલી ઉભી થઈ હતી.પરંતુ સરકાર તરફથી કોઈ સંતોષકારક જવાબ કે ખાત્રી ન મળતા
જુનિયર ડોક્ટરો પોતાની માંગ સાથે હડતાળ પર કાયમ હતા. દરમિયાન આરાગ્યમંત્રી
કોરોન્ટાઈન હતા અને આજે કોરોન્ટાઈનમાંથી બહાર આવતા તેઓએ જુનિયર ડોક્ટરો સાથે
બેઠક  કરી હતી.જેમાં આરોગ્ય સચિવ અને સિવિલ
સુપ્રિ.સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આરોગ્યમંત્રીએ હાલ જુનિયર ડોક્ટરોને  તેઓની માંગણી બાબતે આગામી સમયમાં વિચારણા
કરવાનું માત્ર આશ્વાસન આપ્યુ છે પરંતુ માંગણી સ્વીકારી નથી કે કોઈ નક્કર લેખિત
ઠરાવ આપ્યો નથી.એટલુ જ નહીં ક્યારે આ મુદ્દે નિર્ણય લેવાશે તેની પણ કોઈ સ્પષ્ટતા
કરી નથી.પરંતુ છતાં જુનિયર ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી લીધી છે.આજે તમામ
જુનિયર-રેસિડેન્ટ ડોક્ટરો પાછા સેવામાં જોડાઈ ગયા હતા.મળીતી માહિતી મુજબ સરકારે
સ્ટાઈપેન્ડ કાપવાથી માંડી રેસિેડન્ટશિપ પૂરી કરવાનો નિર્ણય લીધો હોઈ જુનિયર
ડોક્ટરોમાં થોડો ડર પણ ફેલાયો હોઈ એવુ દેખાઈ રહ્યુ છે.જો કે હાલ તો જુનિયર ડોક્ટર
એસોસિએશને દર્દીઓની હાલાંકીને ધ્યાનમાં રાખતા હડતાળ સમેટી લીધી છે.સરકાર હવે
રેસિડેન્ટ ડોક્ટરોને રેસિડેન્ટશિપમાં 
ગામોમાં પણ ડયુટી આપીને બોન્ડ તરીકે ગણી લે તેવી શક્યતા છે.આ મુદ્દે
બેઠકમાં ચર્ચા થઈ હતી.સરકાર આગામી સમયમાં નક્કર નિર્ણય લે છે કે કેમ તે મોટો
પ્રશ્ન છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.