ટ્રેઇની ડોક્ટર રેપ-મર્ડર કેસ:મમતાએ માગ નહીં સ્વીકારતા જુનિયર ડૉક્ટરો 7 દિવસ પછી ફરી હડતાળ પર
પશ્ચિમ બંગાળમાં જુનિયર ડૉક્ટરો ફરીએકવાર હડતાળ પર ઉતર્યા છે. તેમણે મમતા સરકાર પર વાયદો નહીં પાળવાનો આક્ષેપ કરતા કામ બંધ કરી દીધું છે. વેસ્ટ બંગાલ જુનિયર ડૉક્ટર ફ્રન્ટે જણાવ્યું હતું કે સરકારે આરોગ્ય વિભાગના મુખ્ય સચિવને દૂર કરવાની અને હૉસ્પિટલોમાં સુરક્ષા વધારવાનો વાયદો કર્યો હતો. 52 દિવસ પહેલાની માગણીઓ આજે પણ અધૂરી છે. તેથી અમને મજબુરીમાં કામ રોકવાની ફરજ પડી રહી છે. ડૉક્ટરો અચોક્કસમુદ્દત માટે હડતાળ પર ઉતરી જતા રાજ્યની સરકારી હૉસ્પિટલોમાં આરોગ્ય વ્યવસ્થા ફરી કથળી છે. આરજી કર મેડિકલ કોલેજમાં દર્દીઓ સારવાર વિના જ પાછા ફરી રહ્યાં છે. આ જ મેડિકલ કોલેજમાં એક ડૉક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. એ પછી જુનિયર ડૉક્ટરો 42 દિવસ સુધી હડતાળ પર રહ્યા હતા. 21 સપ્ટેમ્બરે મમતા સરકારે તેમને મનાવ્યા હતા. પણ 9 દિવસ પછી ફરી સ્થિતિ વણસી છે. વિરોધમાં આજે ડૉક્ટરોની રેલી અને મહાસભા
ડૉક્ટરોનું કહેવું છે કે 9 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી સરકારે તેમની અવગણના કરી હતી. તેથી અમે 10 માગણી મુકી છે. જ્યાં સુધી આ માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામ નહીં કરીશું. ડૉક્ટરોએ મહાલયા પર્વ એટલે કે બુધવારે સરકારને જગાડવા માટે મહારેલીનું આયોજન કર્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.