હળવદ સંસ્કાર વિધાલય ખાતે તાલુકા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાયો, શહેર યોગ્યમય બન્યું, - At This Time

હળવદ સંસ્કાર વિધાલય ખાતે તાલુકા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાયો, શહેર યોગ્યમય બન્યું,


વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

યોગને વિશ્વ ફલક પર લઈ જવા અને માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સભાએ મંજૂર કર્યો જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રી દ્વારા “સમય અને સમાજ માટે યોગ”ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. ત્યારે હળવદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું.હળવદ તાલુકા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા હળવદ દ્વારા સંસ્કાર વિદ્યાલય ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મુખ્ય અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરા ,હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, ઉપસ્થિત રહ્યા હતા,

હળવદ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સમગ્ર શહેર યોગમય બન્યું હતું,આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા‌ હતા.

આ ઉપરાંત મહિલાઓ શાળાઓના વિદ્યાર્થીઓ પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા અને યોગ કરી યોગની ઉજવણી કરાઈ હતી.૨૧ જુન આંતરાષ્ટ્રીય યોગ દિવસ તાલુકાકક્ષા નો કાર્યક્રમ સંસ્કાર વિધાલય ખાતે યોજાયો હતો.

શહેરીજનો વિશ્વ યોગ દિવસ ઉજવણીમાં સહભાગી થઈ અને લોકો પોતાના જીવનમાં નિયમિત પણે યોગ્ય અપનાવે‌ તેવી શુભેચ્છા પાઠવી હતી.હળવદ યોગમય બન્યું હતું.વિશ્વ યોગ દિવસ ના માધ્યમથી લોકો આત્મિક જોડાણ મેળવી એક હકારાત્મક ઊર્જા સાથે માનવતાનું કલ્યાણ થાય છે.બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા,નીરોગી અને તણાવ થી મુક્ત જીવન માટે યોગ જરૂરી છે.

સમગ્ર વિશ્વમાં૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમ માં “યોગ ભગાવે રોગ”તેવું સુત્ર આપ્યું હતું.

હળવદ ની વિવિધ સ્કૂલોમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.