વહેલી સવારથી શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ, ન્યારી ડેમ-2નો 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો, હેઠવાસનાં ગામોને એલર્ટ કરાયા - At This Time

વહેલી સવારથી શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ, ન્યારી ડેમ-2નો 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો, હેઠવાસનાં ગામોને એલર્ટ કરાયા


હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. જેમાં કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, નાનામૌવા રોડ અને 150 ફૂટ રિંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીને લઈ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રામનાથપરા અને પોપટપરા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ ન્યારી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારી હોવાથી તેનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નદીના પટમાં આવતા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.