હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા મહા સંમેલન યોજાયું હતીઃ - At This Time

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા મહા સંમેલન યોજાયું હતીઃ


સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન નુ દ્વિતીય સંમેલન તારીખ 20 8 24 ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકે નલિનકાંત ગાંધી ટાઉનહોલ હિંમતનગર ખાતે સાંસદ શોભનાબેન બારૈયા ના અધ્યક્ષ પદે તેમજ સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન ના પ્રમુખ સંજયભાઈ દીક્ષિત તેમજ સાબરકાંઠા જિલ્લા પ્રભારી ધીરુભાઈ પરમાર ના સાનિધ્યમાં યોજાયું હતું.
મંચસ્થ મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.
બાળાઓ દ્વારા પ્રાર્થના કમ સ્વાગત ગીત દ્વારા મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું
ત્યારબાદ શાબ્દિક સ્વાગત સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન ના પ્રભારી ધીરુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોને ફૂલહાર તેમજ મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મોમેન્ટોમા યાદગાર રૂપે ઈડરીયા ગઢની તસવીર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાથે સાથે સિનિયર પત્રકાર મિત્રોનું તેમજ મહિલા પત્રકારમિત્રો નું શાલ, ફૂલહાર તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો પૈકી નગરપાલિકા મેયર શ્રી કોર્પોરેટર શ્રીઓ, નટુભાઈ પરમાર પ્રદેશ ઉપાધ્યક્ષ અજા મોરચો ગુજરાત, ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા, એ પ્રસંગે ઉદબોધન કર્યું હતું
વિજયભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે દરેક સંગઠનોની જેમ પત્રકાર મિત્રોનું સંગઠન જોઈ આનંદ થયો સમાજ ઉથથાનની કામગીરી, સરકારી યોજનાઓ દિન પ્રતિદિન બનતી ઘટનાઓ પત્રકારો દ્વારા જે ઉજાગર કરવામાં આવે છે જે પ્રશંશની આ બાબત છે
નટુભાઈ પરમારે જણાવ્યું હતું કે 200 વર્ષ પૂર્વેનો પત્રકાર નો ઇતિહાસ યાદ કરી, સવારે ઊઠતા ની સાથે અનેકવિધ સારા નરસા સમાચારો, રાજકીય ગતિવિધિ સરકારની કલ્યાણકારી યોજનાઓ પત્રકારોના માધ્યમ થી જજનજન સુધી પહોંચે છે.
પત્રકારોના એક શબ્દથી માણસ તરી પણ જાય અને પત્રકારોના એક શબ્દથી માણસ ક્યાંય નો પણ ન રહે તે બાબતે પત્રકારોને જનહિતમાં પ્રચાર પ્રસાર કરવામાં આવે તેનું ધ્યાન દોર્યું હતું સાથે પત્રકારોના સંગઠનને અભિનંદન પાઠવ્યા હતા
ગૌરાંગભાઈ પંડ્યા એ ચોથી જાગીર ગણાતા પત્રકારોને સાચી દિશામાં કલમની તાકાત નો ઉપયોગ કરશો તો પત્રકાર તરીકે નું મહત્વ જળવાઈ રહેશે સાચો પત્રકાર એ છે કે જે નેગેટિવ માંથી પણ પોઝિટિવ વિચારો લઈ જન સુધી પહોંચાડી સંગઠન ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ શોભનાબેન બારૈયાએ પત્રકાર એ ચોથી જાગીર ગણાય છે જનજજન ના હિતમાં પત્રકારો પોતાની કલમ વડે સારા નરસા સમાચારો આપે છે ત્યારે જ આપણે દુનિયાથી અવગત રહી શકીએ છીએ
સારી કામગીરીની નોંધ લેવાય નેગેટિવ વિચારોથી દૂર રહી સાચી દિશામાં કલમનો ઉપયોગ કરવા સૌ પત્રકાર મિત્રોનું ધ્યાન દોર્યું હતું
સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી પત્રકારની એકતાના દર્શન કરી પત્રકારોને ધન્યવાદ આપ્યા હતા પત્રકારો થકી સરકારના સુશાસનની જનજજન સુધી માહિતી આપના માધ્યમથી જાય છે આપની કામગીરીને વંદન છે
અશોકભાઈ શ્રોફે પત્રકારોને જેમ બને તેમ સાચી વસ્તુને બહાર લાવવી ખોટી વસ્તુને ફોકસ કરવી તેમજ આપના દ્વારા લોકોનું અહિત ન થાય તેમ કલમનો ઉપયોગ કરવા જણાવ્યું હતું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પ્રાંતિજ તલોદ ઇડર ખેડબ્રહ્મા વડાલી વિજયનગર અને પોશીના તાલુકાઓમાં કારોબારી ની રચના કર્યા બાદ સાબરકાંઠા જિલ્લા કારોબારીની રચના કરવામાં આવી છે.
તમામ પત્રકાર મિત્રોના સાથ અને સહકારથી જિલ્લા પ્રમુખ સંજયભાઈ દીક્ષિત અને જિલ્લા પ્રભારી ધીરુભાઈ પરમાર ના અથાગ પ્રયત્નોથી સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંમેલન સફળ રહ્યું હતું .
આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ગુજરાત અજા મોરચા પ્રદેશ ઉપાધ્યક્ષ નટુભાઈ પરમાર, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ નગરપાલિકા મેયર શ્રી સાબરકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા અમારા રાહબર ગૌરાંગભાઈ પંડ્યા ગાંધીનગર, હેમુભા બનાસકાંઠા, રાજેશભાઈ યોગી મહેસાણા, કશ્યપ નિમાવત ગાંધીનગર દિનેશભાઈ કલાલ અમદાવાદ ભરતસિંહ રાઠોડ અરવલ્લી
નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ, તાલુકા તેમજ જિલ્લાના કારોબારી સભ્યો, અલ્તાફભાઈ લુહાર ઈશાનભાઇ પરમાર રસિકભાઈ કટારા કુંજન દીક્ષિત દિગેશભાઈ કડિયા માલજીભાઈ દેસાઈ ભાવેશભાઈ પટેલ જેવા સિનિયર પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

( રિપોર્ટર હસન અલી સાબરકાંઠા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.