'ડ્રગ પેડલર, ગેંગસ્ટર અને આતંકવાદ એક થઇ ગયા છે, યુવાધનને બચવું જરૂરી' - At This Time

‘ડ્રગ પેડલર, ગેંગસ્ટર અને આતંકવાદ એક થઇ ગયા છે, યુવાધનને બચવું જરૂરી’


રાજકોટમાં આજે પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી અને ઓલ ઇન્ડીયા એન્ટી ટરેરીઝમ ફ્રન્ટના ચેરમેન એમ. એસ. બિટ્ટાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે,આજે ડ્રગ પેડલર, ગેંગસ્ટર અને આતંકવાદ એક થઇ ગયા છે.દેશના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી નવી પેટર્નથી હુમલો કરે છે. તેનાથી યુવાધનને બચવું જરૂરી છે.

મોદી અને અમિત શાહએ આંતકવાદી હુમલા બંધ કર્યા એમ. એસ. બિટ્ટાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોદી અને અમિત શાહના કેન્દ્રમાં આવવા થી આંતકવાદ પર કાબુ આવ્યો, ડ્રગ્સ જેટલું પહેલા આવતું તેની સરખામણીએ કન્ટ્રોલ થયો છે. પહેલા દરરોજ જવાનો શહીદ થતા હતા, આપણને લાગતું નોહતું કે આતંકવાદથી ભારત મુક્ત થશે. પણ ગુજરાતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપ્યા અને હવે આંતકવાદી હુમલાઓ બંધ થયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.