બોટાદ જિલ્લાની આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિઓ થકી બાળમાનસનું સિંચન
બોટાદ જિલ્લાની આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિઓ થકી બાળમાનસનું સિંચન
દરેક વ્યક્તિ માટે તેમના બાળપણનો સોનેરી તબક્કો એવો હોય છે કે જે તેમને હંમેશા માટે યાદ રહી જાય.બાળપણથી મળેલા સંસ્કારો હોય કે પાયાનું શિક્ષણ.કહેવાય છે કે આ સમય વ્યક્તિ ક્યારેય નથી ભૂલતો અને આ સમય ક્યારેય પાછો પણ નથી આવતો.જવાબદાર નાગરિકના ઘડતર માટેના બીજ તેના બાળપણથી જ રોપાઈ જતા હોય છે.આંગણવાડીએ જવાનો સમય થાય ત્યારે સતત કલબલાટ અને શોર કરતા ગામોની શેરીઓ શાંત થઈ જાય.અને જીવંત થઈ ઉઠે આંગણવાડીની ઈમારતો.બાળકોના આગમન સાથે જ ફરી ગૂંજી ઉઠે છે આંગણવાડીઓના ઓરડાઓ.જ્યાં બાળકો પોતાના ખૂબ જ મહત્વના બાળપણના દિવસો પસાર કરે છે.નવું નવું શીખે છે,અવનવું જાણે છે. દુનિયાને જોવાનો તેમનો નજરીયો વિકસે છે.બોટાદ જિલ્લાની આંગણવાડીઓમાં બાળકોને સમજાય તે રીતે અને બાળકોને ગમે તે રીતે રમતો રમાડતા અને ખુશમિજાજ વાતાવતણમાં પાયાના શિક્ષણના પાઠ શીખવવામાં આવી રહ્યા છે.વિવિધ રમતો-કળાઓ,તહેવારોની ઉજવણીઓ,સંગીત,રૂબરૂ મુલાકાત જેવી અઢળક પ્રવૃત્તિઓ થકી બોટાદ જિલ્લાની આંગણવાડીઓમાં બાળકોને પ્રેમપૂર્વક બાળકોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.