લાખેશ્વર સોસાયટીમાં પહેલા માળેથી પટકાતા 26 વર્ષીય પરિણીતાનું કમકમાટીભર્યુ મોત
રાજકોટના પેડક રોડ પર આવેલ લાખેશ્વર સોસાયટીમાં પહેલા માળેથી પટકાતા 26 વર્ષીય પરિણીતાનું કમકમાટીભર્યુ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી. કાચની રેલીંગ તુટી જતા નીચે પટકાયા હોવાની શંકા પરિવારે જણાવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ પેડક રોડ પર લાખેશ્વર સોસાયટીમાં રહેતા ઋત્વીબેન આશીષભાઇ ઢોલરીયા (ઉ.વ.26) ગઇકાલે સાંજે છ વાગ્યાની આસપાસ પોતાના ઘરે પહેલા માળે કાચની રેલીંગ પાસે હતા ત્યારે ત્યાંથી અચાનક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ત્યાં જ બેભાન થઇ ગયા હતા.
જે અંગે પરિવારને જાણ થતા તેમને તાત્કાલીક સારવાર અર્થે સૌપ્રથમ ખાનગી બાદ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેમનું મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે જાણ કરતા બી ડીવીઝન પોલીસે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં મૃતકના જેઠના જણાવ્યા મુજબ તેણીનું માવતર માધાપર ગામ છે અને બે વર્ષ પહેલા આશીષભાઇ સાથે લગ્ન થયેલ હતા. ગઇકાલે તે તેમના સાસુ સાથે ઘરે હતી ત્યારે સાસુ કોઇ કામથી રૂમમાં ગયા બાદ ઘટના ઘટી હતી. ત્યારે કાચની રેલીંગ તુટેલી જોવા મળતા રેલીંગ તુટયા બાદ તે નીચે પડયા હોવાની શંકા છે. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
