મહીસાગર જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ - At This Time

મહીસાગર જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ


મહીસાગર જિલ્લામાં જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ કાર્યક્રમ અન્વયે જિલ્લા કક્ષાની જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક આજે કલેકટર ભાવિન પંડ્યાની અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી.
આ બેઠકમાં મહીસાગર જિલ્લાના કલેકટર ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે,દરેક ગામમાં નલ સે જળ યોજના થકી પાણી મળવું જરૂરી છે. મહીસાગર જિલ્લાના જે ગામોમાં પાણીની વ્યવસ્થા સંબંઘિત જે કામો હાલ ચાલુ છે, તે ઝડપથી પૂર્ણ થાય અને તેની ગુણવત્તા પણ જણવાઇ રહે તે માટે સંબંઘિત અધિકારીઓને સૂચન કર્યા હતા તથા ગામમાં પાણીની ટાંકી, પાઇપલાઇન, જેવી પાણી સંબંઘિત કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે ડી લાખાણી સહિત સંબંઘિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image