સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકામાં 21 ચેરમેનોની કરાઈ નિમણુંક. - At This Time

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકામાં 21 ચેરમેનોની કરાઈ નિમણુંક.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આગામી દિવસોમાં તમામ કોર્પોરેટરો સાથે મળી શહેરનો વિકાસ થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.

ચેરમેન ફાળવણીમાં નો-રિપીટ થિયરી અપનાવાઇ.

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં આજે પાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા આગેવાનોની સામાન્ય બેઠક યોજવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાના કુલ 21 ચેરમેનોની વરણી કરવામાં આવી છે પાલિકાના અલગ અલગ ખાતાના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી છે જેમાં ભાજપ પક્ષ દ્વારા નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે ત્યારે અનેક કોર્પોરેટરોના ચહેરા ચેરમેન પદેથી કપાઈ ગયા છે જેને લઇને કોર્પોરેટરોમાં અંદરો અંદર રોષ ફેલાયો છે ત્યારે આજે 21 ચેરમેનોમાં કારોબારી ચેરમેન તરીકે જીતેન્દ્રસિંહ ચાવડા બાંધકામ ચેરમેન તરીકે અશોકસિંહ પરમાર પાણી પુરવઠામાં જગદીશભાઈ પરમાર સ્વચ્છતામાં હરેશભાઈ જાદવ વીજળીમાં જશુબેન ભરવાડ ભુગર્ભ ગટર યોજનામાં શંકરભાઈ સિંધવ સહિતના કોર્પોરેટરોના ચેરમેન પદ આપવામાં આવ્યા છે ભાજપ પક્ષે નો રિપીટ થિયરી અપનાવી છે ત્યારે અનેક મોટા ચહેરાઓના ચેરમેન પદ કપાઈ જતા પાલિકામાં અંદરો અંદર વીખવાદ ઊભો થયો છે
ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં 49 કોર્પોરેટરો ભાજપના છે વઢવાણ નગરપાલિકા મર્જ કરી અને અઢી વર્ષ પૂરો થયો ત્યાર બાદ હવે વઢવાણથી ચૂંટાયેલા સદસ્યોને બાકાત રાખવામાં આવ્યા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ખાસ કરીને 49 કોર્પોરેટરો પૈકી 21 કોર્પોરેટરોને અલગ અલગ ચેરમેન પદ આપવામાં આવ્યા છે અને નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે પક્ષના આદેશથી આ પ્રકારના નિર્ણય કરવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે અને આ અંગે 21 કોર્પોરેટરોને અલગ અલગ ચેરમેન પદોના ખાતા આપવામાં આવ્યા છે અગાઉ જે અઢી વર્ષ પહેલા ચૂંટાયેલા કોર્પોરેટરોને કોઈપણ પ્રકારના ખાતા ન આપવામાં આવ્યા હતા તેવા કોર્પોરેટરોને ચેરમેન પદ આપી અને આ વર્ષે તેમને નગરપાલિકામાં વહીવટ કરવાનો ચાન્સ આપવામાં આવ્યો છે પક્ષ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે તમામ કોર્પોરેટરોએ યોગ્ય ગણાવ્યો છે પરંતુ અંદરો અંદરની હવે નારાજગી બહાર આવી શકે છે કારણ કે અનેક મોટા નેતાઓ કે જે નગરપાલિકાના કોર્પોરેટરો છે તેમના નામ કાપી નાખવામાં આવ્યા છે અને તેમને સાઇડ કરી નાખવામાં આવ્યા હોવાનું આ ચેરમેન પદ જાહેર કર્યા બાદ સામે આવ્યું છે.

*પાલિકામાં કોને ક્યાં ખાતાની ફાળવણી કરવામાં આવી.*
કારોબારી ચેરમેન - જીતેન્દ્રસિંહ ચાવડા

બાંધકામ - અશોકસિંહ પરમાર

પાણી પુરવઠા - જગદીશ પરમાર

સ્વચ્છતા સમિતિ - હરેશભાઈ જાદવ

ખરીદ સમિતિ - મિલિંદ ભાઈ કોઠારી

વીજળી સમિતિ - જસુબેન ભરવાડ

આરોગ્ય સમિતિ - કામુબેન પંડિત

કાનુન સમિતિ - અશોક વેગડ

પસંદગી સમિતિ - હીનાબેન ગાંધી

વહાન વ્યવહાર સમિતિ - જયદીપ ઝાલા

ખુલ્લી અને ભૂગર્ભ ગટર યોજના - શંકરભાઈ સિંધવ

બગીચા વિકાસ સમિતિ - ઈશ્વરભાઈ વેગડ

વાંચન પ્રવૃત્તિ સમિતિ - અંજનાબેન ખાંદલા

સ્ત્રી પ્રવૃત્તિ સમિતિ - નિશાબેન કૈલા

સાંસ્કૃતિક સમિતિ - મીનાબા લીંબડ

આ ઉપરાંત સ્નાનાગર સમિતિ લીલાબેન પાટડીયા

સવાણી જયંતિ રોજગારી યોજનામાં રેખાબેન દેત્રોજા

તેમજ સમાજ કલ્યાણ વિશાલ જેઠાભાઈ જાદવ

જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં પરેશભાઈ કડીવાલ અને

અમૃતમ યોજનામાં રવીન્દ્રભાઈ ચૌહાણ અને

મોક્ષધામ ડેવલોપમેન્ટ સમિતિમાં સ્વાતિબેન માંડલિયાને નિમણૂક કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.