પ્રેમી સાથે રહેતી પત્ની પાસે મોબાઈલ માંગતા યુવક પર છરીથી હુમલો
રૈયા ચોકડી પર પ્રેમી સાથે રહેતી પત્ની પાસે મોબાઈલ માંગતા યુવક પર પત્નીના પ્રેમી વંશ ઉર્ફે માનસીક નામના શખ્સે છરીથી હુમલો કરી લોહીલુહાણ કરી દિધો હતો. યુવકને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે માટેલ ચોકમાં આવેલ રામેશ્વર નગર મેઈન રોડ પર રહેતા મનીષભાઈ લાલચંદભાઈ ટેકવાણી (ઉ.વ.29) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વંશ ઉર્ફે વિકાસ ઉર્ફે માનસીક પરમાર નામના શખ્સનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે બીએનએસ એક્ટ 118(1),118(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે ગુજરાત હાઉસિંગ બોર્ડ આકાશદીપ સોસાયટી મહાદેવ ચોકમાં પહેલાં રહેતો અને છેલ્લે ત્રણ વર્ષથી માટેલ ચોકમાં રહે છે. બે વર્ષ પહેલા રેલનગરમાં અવધપાર્કમાં રહેતી યુવતી સાથે પ્રેમ લગ્ન કરેલ હતા.
પ્રેમ લગ્ન કર્યા બાદ તેઓ પત્ની સાથે જામનગર ખાતે રહેતા હતા. છેલ્લા એકાદ વર્ષથી તેમની પત્નીને વંશ ઉર્ફે વીકાસ ઉર્ફે માનસીક પરમાર નામના છોકરા સાથે પ્રેમ થઈ ગયેલ હોય જેથી તેણી પત્ની છેલ્લા ત્રણ મહીનાથી વર્ષથી વંશ પરમાર સાથે રાજકોટમાં રહેતી હતી. ફરિયાદીએ લીધેલો ફોન તેની પત્ની પાસે હતો. લગ્નના તથા અન્ય ડોક્યુમેન્ટ લેવા પત્નીનો ફોન આવેલ અને તેની પાસેથી ફોન પણ લેવાનો હતો.
જેથી બપોરના ચારેક વાગ્યાની આસપાસ તે તેના મામાનો દીકરો મનીષ ડાવરા તથા મિત્ર જયરાજ પટેલ સાથે રૈયા ચોકડી ખાતે ડોક્યુમેન્ટ તથા અન્ય કાગળો પત્નીને દેવા માટે ગયેલ હતા.
દરમિયાન તેની પત્ની તથા તેની સાથેનો વંશ ઉર્ફે વીકાસ બંને રૈયા ચોકડી પર આવેલ હતા. યુવાને લગ્નના ડોક્યુમેન્ટ પત્નીને આપેલ હતાં. યુવાને પોતાનો ફોન આપવાનું પત્નીને કહેલ પણ આપેલ નહીં, ત્યારે પત્નીએ કહેલ તું પહેલા છુટાછેડા આપ પછી આપીશ. બાદ ત્યાંથી જામનગર જવા નીકળવાની તૈયારી કરતો હતો તે દરમિયાન વંશ ઉર્ફે વીકાસ ઘસી આવેલ અને કહેલ કે, તારે શાની હવા છે તેમ કહી છરીના બે ઘા માથાના ભાગે ઝીંકી દિધા હતાં.
દરમિયાન ત્યાં અન્ય લોકો આવી જતા વધુ મારમાંથી બચાવેલ અને બાદમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
