સૌરાષ્ટ્રમાં 16 નવી કોલેજ, 60થી વધુ નવા કોર્સને મંજૂરી - At This Time

સૌરાષ્ટ્રમાં 16 નવી કોલેજ, 60થી વધુ નવા કોર્સને મંજૂરી


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલમાં 180 અને બીયુટીમાં 55થી વધુ એજન્ડાને મંજૂરી: સિન્ડિકેટમાં મુકાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરુવારે એકેડેમિક કાઉન્સિલ અને બીયુટી (બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ)ની બેઠક મળી હતી જેમાં 16 જેટલી નવી કોલેજ, 60થી વધુ નવા કોર્સ અને 99 જેટલા જુદી જુદી કોલેજના ચાલુ જોડાણને મંજૂરી આપવામાં આવી હતી. આ મિટિંગમાં તમામ મુદ્દાઓને અગાઉથી જ મંજૂરી આપવાનું નક્કી કરી લીધું હોય એમ એકપણ મુદ્દામાં વાંધા નીકળ્યા ન હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.