દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાના હંગામી સંગ્રહ/વેચાણના લાયસન્સ મેળવવા બાબત જાહેરનામું. - At This Time

દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાના હંગામી સંગ્રહ/વેચાણના લાયસન્સ મેળવવા બાબત જાહેરનામું.


જાહેરનામું

દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાના હંગામી સંગ્રહ/વેચાણના લાયસન્સ મેળવવા બાબત
માહે:ઓકટોમ્બર-નવેમ્બર - ૨૦૨૪ માં આવતા દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાના હંગામી સંગ્રહ /વેચાણનો પરવાનો મેળવવા માંગતા મોડાસા/ભિલોડા/મેઘરજ તાલુકાના અરજદારોએ તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમાં નિયત નમુનાના અરજી ફોર્મ (એ.ઈ.-૫) જરૂરી વિગતો ભરી આ કચેરી ખાતે ૩ (ત્રણ) નકલોમાં રજુ કરવાની રહેશે. ફોર્મમાં સંપુર્ણ વિગતો તથા અરજી ફોર્મ ઉપર રૂ.૩/- ટીકીટ લગાવી નીચેના આધાર પુરાવા સામેલ રાખવાના રહેશે.
(૧) ​હંગામી ફટાકડા પરવાના માંગતા ઇસમોએ જ મામલતદારશ્રી,મોડાસા,મેઘરજ,ભિલોડાની કચેરી સંચાલીત જનસેવા કેન્દ્ર ખાતેથી અરજી ફોર્મ નં.એઇ-પ નિયમ નમુનાના અરજી ફોર્મ તથા તેની ઉપર રૂપિયા ૩ (ત્રણ રૂપિયા પુરા) ની કોર્ટ ફી સ્ટેમ્પ તથા ધ-એક્ષપ્લોઝીવ રૂલ્સ-ર૦૦૮ ના નિયમ-૧૦૦ મુજબ શીડ્યુઅલ-(IV) કેન્દ્ર સરકારના તા.૦૫/૦૬/૨૦૧૪ ના હુકમથી નિયત કરવામાં આવેલ સ્ક્રુટીની ફી રૂા.૩૦૦+લાયસન્સ ફી ૬૦૦ સરકારશ્રીમાં “૦૦૭૦-ઓએઅસ” સદરે બેંકમાં ચલણથી નિયત ફી ભરી મેળવી તેમાં સુચિત આધાર-પુરાવા સામેલ કરી બે નકલમાં અરજી રજુ કરવાની રહેશે. સદર અરજી ફી હોઇ નોન-રીફન્ડેબલ રહેશે.
(નગરપાલીકા વિસ્તાર માટે અરજી સાથે પ્લાન સામેલ કરવાના નથી.)
(૨)​એક થી વધુ પરવાના માટે એક જ અરજદાર અરજી કરી શકશે નહી.
સુચિત સ્થળોનો એપ્રુવ નકશો જેમાં સદર સ્થળની ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર,શાળા,કોલેજો,હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પદાર્થોનું ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઇમારતો આવેલી હોય તો તેની તમામ વિગતો આવરી લેવાની રહેશે.
(૩) ​પોતાની ઓળખ અંગેના સ્વપ્રમાણિત કરેલા પાસપોર્ટ સાઇઝના ૦૨(બે) ફોટા તથા આઇ.ડી.પ્રુફ જેમ કે આધારકાર્ડ/ચુંટણી કાર્ડ.
(૪)​માંગણીવાળી જગ્યાની માલિકી અંગેના પુરાવા/અગર સ્થળ ભાડાનું હોય તો ભાડા -પાવતી તેમજ માલિક દ્ર્રારા સદર જગ્યાએ હંગામી ફટાકડા વેચાણ-સંગ્રહ કરવા અંગેની સંમતિ દર્શાવતું એફીડેવીટ.
(૫) ​નગરપાલિકા/ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ "ના વાંધા પ્રમાણપત્ર" (એન.ઓ.સી)
(૬) ​Gujarat Fire Preventoin and Life Safety Mrasures Act.2013 મુજબ રીજીયોનલ ફાયર ઓફિસરશ્રી ગાંધીનગરનું ફાયર સેફ્ટી સર્ટીફીકેટ મેળવી લેવાનું રહેશે.(સર્ટીફીકેટ મેળવવા ઓનલાઇન અરજી કરવાની વેબસાઇટ-https://gujfiresafetycop.in)
(૭) ​સ્થાનિક સંસ્થા પાસે કોઇપણ પ્રકારની સરકારી વસુલાત બાકીમાં ન હોવા બાબતનું પ્રમાણપત્ર.
(૮) ​હંગામી ફટાકડાની અરજીઓ અત્રેની નક્કી કરેલ સમયમર્યાદામાં મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે સ્વીકારી અરજી અંગે જરૂરી તપાસ કરી સબડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી,મોડાસાને અભિપ્રાય સહ મોકલી આપવામાં આવે તેની તકેદારી મામલતદારશ્રી,મોડાસા/મેઘરજ/ભિલોડાએ રાખવાની રહેશે તેમજ કોઇપણ સંજોગોમાં સમયમર્યાદા બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે તો તેની તમામ જવાબદારી મામલતદારશ્રી,મોડાસા/ભિલોડા/મેઘરજની અંગત રહેશે.
(૯) ​સ્થાનિક વહીવટી તંત્ર ધ્વારા નિયત કરવાની જગ્યાએ ટાઇટલ ક્લીયર હોય તેમજ ખાનગી માલીકીની હોય તો જરૂરી સંમતિ સાથેની હોય તેમજ અન્ય જાહેર સંસ્થા કે સરકારી સંસ્થાની હોય તો કોઇ વિવાદ યુક્ત ન હોય તેની તકેદારી રાખવાની રહેશે.
(૧૦) ​તમામ પ્રક્રિયા પરવાના મંજુર કરવા, વિતરણ કરવા અને સુચિત ફટાકડા જાહેર બજાર માટેની જગ્યા સબંધે આખરી નિર્ણય તથા કોઇ અનિયમિતતા સબંધે કાર્યવાહી માટે આખરી સત્તા સબડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી,મોડાસા હસ્તક રહેશે.
(૧૧) ​સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ,મોડાસા, મામલતદારશ્રી,મોડાસા તથા ચીફ ઓફિસરશ્રી નગરપાલીકા,મોડાસા સંકલન કરી નક્કી કરેલ નગરપાલીકા વિસ્તાર માટે ર (બે) સુચિત સ્થળો સિવાય નગરપાલીકા વિસ્તારમાં આવા પરવાના અરજદારશ્રીની માલીકીની જગ્યાએ આપી શકશે નહીં.
(૧ર)​મોડાસા નગરપાલીકા ઉપરોક્ત ર(બે) સુચિત સ્થળોએ સ્ફોટક પદાર્થ નિયમો-ર૦૦૮ હેઠળ સ્ટોલની વ્યવસ્થા તથા આગ-અકસ્માત કે કોઇ હોનારત ન સર્જાય તે માટે અગ્નિશામક વાહન, એમ્બ્યુલન્સ વિગેરે વ્યવસ્થા ર૪x૭ પુરી પાડવાની રહેશે.
(૧૩)​પરવાનેદારશ્રીએ હંગામી પરવાના સ્ટોલ માટે લેવાની થતી તમામ સબંધિત ખાતાની પરવાનગી મેળવી લેવાની રહેશે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.