લીલીયા મોટા ખાતે સુશાસન દિવસ ની ઉજવણી કરાઈ - At This Time

લીલીયા મોટા ખાતે સુશાસન દિવસ ની ઉજવણી કરાઈ


પૂર્વ પ્રમુખ ની સુંદર કામગીરી ને નવ નિયુક્ત પ્રમુખ સાવજ દ્વારા બિરદાવાઈ

લીલીયા મોટા ખાતે આજ રોજ દેશ ના પૂર્વ પ્રધાન મંત્રી માનનીય અટલ બિહારી બાજપાઈ જી ની જન્મ જયંતી ના દિવસ ને સુશાસન દિવસ તરીકે સમગ્ર દેશ માં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લીલીયા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ ના નવ નિયુક્ત પ્રમુખ જીગ્નેશ સાવજ ના અધ્યક્ષ સ્થાને સુશાસન દિવસ ની ઉજવણી કરવા માં આવેલ આ તકે પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી નું નવની યુક્ત પ્રમુખ જીગ્નેશ સાવજ દ્વારા સન્માન કરવામાં આવેલ પૂર્વ પ્રમુખ ભનુભાઈ ડાભી ની આગેવાનીમાં જિલ્લા પંચાયત ની બંને સીટો તાલુકા પંચાયત તેમજ ત્યાર પછી આવેલ વિધાનસભાની ચૂંટણીમાં મહેશભાઈ કસવાલા ને તેમજ લોકસભાની આવેલ ચૂંટણીમાં ભરતભાઈ સુતરીયા ને જીત અપાવવામાં અગત્યની ભૂમિકા ભજવેલ હોય ત્યારે ભનુભાઈ ડાભી ની શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રદેશ ભાજપ દ્વારા પણ નોંધ લેવાયેલ હોય અને સુંદર કામગીરી બદલ જિલ્લાના તમામ મંડળોમાં થી લીલીયા તાલુકા ભાજપ પરિવાર વતી સારી કામગીરી અને સફળ સુકાની તરીકે નોંધ લઇ સન્માનિત કરવામાં આવેલ સાથે સાથે કોમળ સ્વભાવ ધરાવતા ભનુભાઈ ડાભી નાનામાં નાના કાર્યકરો સાથે જેમ દૂધમાં સાકર ભળે તેમ ભળીને રહેતા હતા જ્યારે નવનિયુક્ત પ્રમુખ જીગ્નેશભાઈ સાવજ સહું પ્રથમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્યારબાદ જિલ્લા યુવા ભાજપ કારોબારી સભ્ય લીલીયા યુવા ભાજપ પ્રમુખ લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી સાથે સાથે બે ટર્મ આંબા ગામના સરપંચ રહી ચૂકેલ છે સાથે સાથે શિક્ષિત એડવોકેટ પણ હાલ માં હોય અને તેઓની ખૂબજ લોકો માં લોકપ્રિયતા તેમજ કાર્યકરો માટે અડધી રાતનો હોકારો ગણાતા જીગ્નેશ સાવજ ની લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્તિ થયેલ હોય જેને લઇ આજ રોજ પૂર્વ પ્રમુખ ભનુભાઈ ડાભી દ્વારા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે જીગ્નેશ સાવજ ને શુભકામનાઓ પાઠવવામાં આવેલ આ તકે ભાજપ અગ્રણી ભીખાભાઈ ધોરાજીયા,ગૌતમભાઈ વિછીયા,કાનજીભાઈ નાકરાણી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ધામત,તાલુકા પંચાયત સદસ્ય ઘનશ્યામ મેઘાણી, કેપ્ટન ધામત,ભાસ્કરભાઈ પટેલ, ભીખાભાઈ ધારૈયા,પરેશ પહાડા,આનંદ ધાનાણી,વિજય ગજેરા, સુખાભાઈ જોગરાણા,યોગેશભાઈ દવે, સુરેશભાઈ નાકરાણી,જીતેન્દ્ર ડાભી,જીગ્નેશ ઝીંઝવાડીયા સહિતના કાર્યકરો દ્વારા સૌ પ્રથમ અટલ બિહારી બાજપાઈજીની તસ્વીર પર ફૂલહાર કરી અને ત્યારબાદ નવ નિયુક્ત પ્રમુખને શુભકામનાઓ આપી મો મીઠા કરાવી સાલ ઓઢાડી સન્માનિત કરાવવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image