ચાંદખેડા માં મકરસંક્રાંતિ નિમિત્તે લોકો મન મૂકી પતંગ ચગ્યાવ્યા હતા
તા:-૧૪/૦૧/૨૦૨૩
અમદાવાદ
અમદાવાદ ના મકરસંક્રાંતિ નો ઉત્સવ ખૂબ મોજ ને ધૂમ ધામથી ઉજવવામાં આવે છે
અમદાવાદ માં બે તહેવાર માં લોકો મન મૂકી ખર્ચો પાડે છે પહેલું નવરાત્રી ને બીજું મકરસંક્રાંતિ એટલે ઉતરાણ આ તહેવાર માં લોકો પતંગ ને દોર સાથે લોકો સવારથી ધાબે ચઢી જાય છે ને લપેટ લપેટ ને એ કાપ્યો છે ની બૂમ બરાડા પાડતા હોઈ છે અમદાવાદીઓ માં જ બે દિવસ ની રજા મળે છે આખા ગુજરાત માં ને ખાલી ઉત્તર ગુજરાતમાં જ વાસી ઉતરાણ ની રજા મળતી હોય છે એટલે લોકો બે ત્રણ દિવસ આ તહેવાર ની મોજ લેતો હોય છે સવાર માં પવન ના અભાવે આકાશ માં પતંગ ઓછા જોવા મળ્યા હતા પણ બપોર બાદ ચાંદખેડા ના આકાશ માં પતંગે પતંગ જોવા મળ્યા હતા દર વર્ષ ની જેમ આ વર્ષ પણ પતંગ ના ભાવે આસમાને જ હતા પણ પતંગ ના રસિયાઓ એ મન મૂકી પતંગ ચગ્યાવ્યા હતા
રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ ચાંદખેડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.