નેત્રંગ બાર એસોસિયેશન દ્વારા આજ રોજ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બાબતે તેમજ વકીલાત ને વ્યવસાયિકો પર થતાં હિંસક અને હુમલાઓની ઘાતક ઘટના ને લય આજ રોજ નેત્રંગ મામલતદાર શ્રી ને આવેદન આપ્યું - At This Time

નેત્રંગ બાર એસોસિયેશન દ્વારા આજ રોજ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બાબતે તેમજ વકીલાત ને વ્યવસાયિકો પર થતાં હિંસક અને હુમલાઓની ઘાતક ઘટના ને લય આજ રોજ નેત્રંગ મામલતદાર શ્રી ને આવેદન આપ્યું


એડવોકેટ પ્રોટેકશન એક્ટ બાબતે આજરોજ તારીખ ૦૧/૦૭/૨૦૨૪ ના રોજ સવાર ના ૧૦/૦૦ કલાકે નેત્રંગ બાર એસોસીયેશનની અરજન્ટ મીટીંગ મળી જેમાં નીચે મુજબનો કરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના વિવિધ અદાલતોના એસોસીયેશની તરફ થી એડવોકેટ પ્રોટેકશન એકટ બાબતે અને વકીલાતને વ્યવસાયકો પર થતી હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાને લઈ આ બાબતે આવેદન પત્ર આપવા ઠરાવ કરવામાં આવ્યું.

એડવોકેટસ આપણી કાનૂની પ્રણાલિનો અભીન્ન ભાગ છે જે ન્યાયની પ્રાપ્તી અને ન્યાય પ્રણાલીની વિજેતા ને સુનિસ્ચીત કરવા માટે મહાન ભૂમિકા ભજવે છે અને આવા પ્રશ્નોના હલ માટે સમાજના વિવિધ વર્ગોના સંપર્કમાં વકીલો આવતા હોય છે અને ન્યાય પ્રક્રિયા અને સત્ય માટેની લડતમાં અંગ્રેસર રહે છે અને હાલમાં ગુજરાતમાં દોઢ લાખ કરતાં પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં એડવોકેટ તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાક વર્ષમાં વકીલાતના વ્યવસાય ઉપર થયેલા હુમલા અને વકીલ વિરોધી હિંસક પ્રવૃતિઓની વધારો થયેલ છે અને આ પરીસ્થીતીને ધ્યાને લઈ ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એકટ તાત્કાલિક પસાર કરવાની જરૂર છે જો વકીલો અને તેમના પરીવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિચ્ચીત નહીં હોય તો સમાજની સુરક્ષા સુનિચ્ચીત કરી શકાશે નહીં. વકીલો સમાજના હિત માટે સત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિસ્થિત થઈને કાર્ય કરી શકે તે માટે વકીલો અને તેઓના પરીવારના હિત માટે આ એડવોકેટ પ્રોટેકશન એકટ હાલના સમયમાં અમલમાં લાવવું જરૂરી થઈ પડેલ છે. તાજેતરમાં તા.૧૬-૦૬-૨૦૨૪નાં રોજ વકીલશ્રી ગોવિંદભાઈ મકવાણા ઉપર પાલનપુરમાં હુમલા કરવામાં આવેલો. જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં બે થી ત્રણ વકીલોનું મર્ડર થયેલ છે. અમરેલી કોર્ટમાં વકીલના માતાનું મર્ડર થયેલ છે અને વકીલોને ઘણી બધી કોર્ટમાં હુમલો કરવા માટે ધમકીઓ આપવામાં આવેલી છે તેમજ અમરેલી ખાતે એક એડવોકેટ પિતા-પુત્રી સામે પણ ખોટી એફ આઈ.આર. દાખલ કરવામાં આવેલ છે તેમજ ભાવનગરમાં પણ એડવોકેટના કારકૂન સામે પણ ખોટી એફ.આઈ.આર. દાખલ કરવામાં આવેલ છે.વકીલો તેમજ તેમના પરીવારની હવે જો સુરક્ષા સુનિસ્ચીત કરવામાં નહીં આવે તો ન્યાયની પ્રણાલી કે જે આપણાં દેશનું અભિન્ન અંગ છે તે ડગમગી જશે જેથી આ બાબતે યોગ્ય કરવું જરૂરી હોઈ આ એડવોકેટ પ્રોટેકશન એકટ લાવવો અત્યંત જરૂરી છે.

વકીલો ના વ્યવસાય માટે સલામત અને સુરક્ષીત વાતાવરણ સુનિચ્ચીત કરવા માટે આ એક્ટ લાવવો ખુબ જ જરૂરી છે તેમજ કામગીરી દરમીયાન કોઇ પણ પ્રકાર ની હિંસા કે દુવ્યવહાર અંગે કાયદાકીય સુરક્ષા પુરી પાડવી જરૂરી છે. વકીલો તથા તેમના પરીવાર પર હુમલો કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવી સારી અને સન્માન જનક ફેસીલીટી વકીલો નું ગૌરવ અને આત્મસન્માનમાં વધારો કરી શકે છે.

જેથી વિનંતી કે ગુજરાત રાજ્ય વિધાન સભામાં એડવોકેટ પ્રોટેકશન એક્ટ (વકીલ સુરક્ષા અધિનિયમ) ત્વાત્કાલીક પસાર કરવામાં આવે

વકીલોના હિત ને સુરક્ષિત અને કાનુની વ્યવસાયમાં શાતી પુર્ણ અને સુનિચ્ચીત સુરક્ષીત વાતાવરણ રહે એવી અપેક્ષા રાખેલ છે


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.