ગીરગઢડા અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં આસો માસમાં મુશળધાર વરસાદ ખાબક્યો - At This Time

ગીરગઢડા અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં આસો માસમાં મુશળધાર વરસાદ ખાબક્યો


ઉના ગીરગઢડા પંથકમાં બે દિવસ પહેલા રવિવારે સમગ્ર તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બાદમાં ગઈ કાલે વરસાદે વિરામ લીધા બાદ આજે બપોર બાદ ફરી વાતાવરણમાં પલ્ટો આવતા
ગીરગઢડા અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં આસો માસમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી વહેતા થયા હતા. વરસાદના લીધે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને ભારે નુક્સાનથી ચિંતામાં મુકાઇ ગયા છે.
ગીરગઢડા અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદથી ખેડૂતોના મગફળી, સોયાબીન, કપાસના પાકને નુકસાન થયું છે ખેડુતો તો પર કુદરત કોપાઈ માન થયાં હોય સતત લાંબા સમય થી વરસાદ ખાબકી રહ્યો છે જેની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.