ખેડબ્રહ્મા પોલીસ દ્વારા અનડિટેક્ટ મોબાઈલ ચોરીના બે ગુન્હા નો ભેદ ઉકેલ ચોરની ખેડબ્રહ્મા પોલીસે ઝડપી પાડ્યો - At This Time

ખેડબ્રહ્મા પોલીસ દ્વારા અનડિટેક્ટ મોબાઈલ ચોરીના બે ગુન્હા નો ભેદ ઉકેલ ચોરની ખેડબ્રહ્મા પોલીસે ઝડપી પાડ્યો


ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા અનડીટેક્ટ મોબાઈલ ચોરીના બે ગુન્હા નો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ચોરને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી પાડ્યો

નાયબ પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ એ જિલ્લામાં મિલકત સંબંધી ચોરીઓના બનાવ સંબંધી આવી ચોરીઓ કરતાં ઈસમોને પકડી પાડવા સુચના આપેલ હોય જે સંદર્ભે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર પઢેરિયા અને તેમનો સ્ટાફ ના માણસો તે દિશામાં સતત તપાસમાં હતા અને આવા ઈસમોને પકડવા માટે સૂચના આપેલ હતી

જે આધારિત તારીખ 18/02/ 2025 ના રોજ હે.કો.સુખદેવ કુમાર મગનભાઈ ને અંગત બાતમી બાતમી મળી કે મોબાઈલ ચોરીઓ કરતો કરશનભાઈ જાતે બુબડીયા રહે મહાડી ઓડા ફળો તાલુકો કોટડા છાવણી જિલ્લો ઉદેપુર રાજસ્થાન વાળો ચોરીના મોબાઈલ વેચવા માટે ખેડબ્રહ્મામાં આવેલ છે અને તે બસ સ્ટેશન આગળ ઈકો ગાડી પાસે ઉભો છે અને તેને ક્રીમ કલરનું ઝીણી ચેક્સ વાળું શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલ છે જે બાતમી હકીકતના આધારે ટીમના માણસો સાથે ખેડબ્રહ્મા બસ સ્ટેશન આવી તપાસ દરમિયાન ઉપરોક્ત વર્ણન વાળો ઈસમ ઈકો ગાડી પાસે ઊભો હતો તેની પાસે નામ પૂછતા પોતાનું નામ કરસનભાઈ જાતે બુબડીયા ઉં.વ. 22 મહાડી ઓડા ફળો તાલુકો કોટડા છાવણી જીલ્લો ઉદેપુર રાજસ્થાન વાળો હોવાનું જણાવેલ જેથી તેને અંગઝડતી કરતા અંગ ઝડતી માંથી પેન્ટના બંને ખિસ્સામાંથી બે મોબાઇલ મળી આવ્યા બંને મોબાઈલ બાબતે પૂછપરછ કરતા ઈસમ ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય બંને મોબાઈલ બંધ હાલતમાં હોય જે પ્રથમ મોબાઈલ જોતા વીવો કંપનીનો y 28s મોડલ નો મોબાઇલ ફોન હોય જેનો IMEI NO.862747076942617 નો હોય તથા બીજો મોબાઇલ જોતા vivo કંપનીનો y 300 પ્લસ મોડલ નો મોબાઇલ ફોન હોય જેનો IMEI NO. 869540077035199 કોઈ મોબાઇલ સંબંધિત તપાસ કરતા અહીંના પોલીસ સ્ટેશનમાં ગુન્હા ના કામે ચોરીમાં ગયેલ હોય ઉપરોક્ત મોબાઇલની કિંમત 25,000 ની ગણી તપાસ અર્થે કબજે લઈ બંને મોબાઈલ ચોરીના અનડીટેક્ટ ગુના શોધી કાઢી મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવામાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને સફળતા મળી.

બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image