વાયબ્રન્ટ સુધી શહેરના મુખ્ય માર્ગોની સફાઇનું ખાસ મોનિટરિંગ કરાશે
આગામી જાન્યુઆરી માસમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટને લઇને ગાંધીનગરમાં સફાઇ કામગીરી વધુ સઘન બનાવવા અને તેનું મોનિટરીંગ કરવાની સૂચના આપવામાં આવી છે. વાયબ્રન્ટ સમિટ જાન્યુઆરીમાં યોજાનાર છે પરંતુ તેને અનુલક્ષીને પ્રિવાયબ્રન્ટ સમિટ પણ મોટી સંખ્યામાં યોજાશે. આ પ્રકારના કાર્યક્રમોમાં દેશ વિદેશના મહાનુભાવો ગાંધીનગર આવતા હોવાથી શહેરના મુખ્ય માર્ગો પર સફાઇ માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.