બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી ચાલુ મો.સા.એ ખીચામાંથી પડી ગયેલ ૯,૫૦૦/- રોકડ રૂપિયા પરત અપાવતી બોટાદ પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબ, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલ જેની મ્હે. પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ, બોટાદ ધ્વારા બોટાદ જીલ્લામાં અમલવારી કરાવવામાં આવી રહી છે.
બોટાદ પોલીસ સ્ટેશન ખાતે તા.૧૮/૦૬/૨૦૨૨ નાં રોજ એક અરજદાર આવેલ અને જણાવેલ કે તા.૧૧/૦૬/૨૦૨૨ ના રોજ સાંજના ૧૯/૪૦ થી ૨૦/૦૦ દરમ્યાન અમો હીરા ઘસીને ઘરે જતી વખતે CPI કચેરી નજીક અમારે ફોન આવતા ચાલુ મો.સા.એ મોબઈલ ખીચામાંથી કાઢતી વખતે આશરે ૧૦,૦૦૦/- રૂપિયા પડી ગયેલ, જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા નેત્રમ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી એ.બી.પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી તથા આઉટસોર્સથી ફરજ બજાવતા એન્જીનિયરોએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરતા CPI ઓફીસ લોકેશનનાં કેમેરામાં ચાલુ મો.સા.એ રૂપિયા પડતા દેખાઈ આવેલ ત્યારબાદ કોઈ અજાણ્યા મો.સા. રજી.નં. GJ-05-BE-3029 નાં ચાલકે રૂપિયા લીધેલ દેખાઈ આવતા તાત્કાલિક સદર મો.સા. ચાલકનો કોન્ટેક કરી સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર ખાતે લાવી પુછપરછ કરતા જાણવા મળેલ કે તેઓને કુલ ૯,૫૦૦/- રૂપિયા જ રસ્તા પરથી મળેલ હોય જેથી તે રોકડ રૂપિયા અરજદારને પરત સોંપેલ.
મુદામાલઃ-
(૧) રોકડ રૂપિયા ૯,૫૦૦/- પરત સોંપેલ
કામગીરીમાં જોડાયેલ અધિકારીશ્રી તથા કર્મચારીઓ:-
(૧) પો.સબ.ઇન્સ.શ્રી એ.બી.પરમાર નેત્રમ ઇન્ચાર્જ
(૨) આ.પો.કો. કૌશિકકુમાર ખોડીદાસભાઈ કાનાણી
(૩) આ.લો. હાર્દિકભાઇ જયંતીભાઇ કચીયા
(૪) આ.સોર્સ જુની.એન્જી. નિલેષ સી. ગામી
(૫) આ.સોર્સ જુની.એન્જી. કિશન કે. સાબવા
(૬) આ.સો.જુ.એન્જી. અશ્વિન બી. સોનગરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.