જુનાગઢ જિલ્લાના માંગરોળમાં કગરાણા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન - At This Time

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં કગરાણા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન


👁 ચક્ષુદાન-મહાદાન👁
જુનાગઢ જિલ્લાના માંગરોળમાં સીરાજ રોડ,પાણીની ટાંકી પાસે રહેતા સ્વ.ચંદનબેન જગદીશચંદ્ર કગરાણા ઉ.વર્ષ.82 કે જેઓ સંજયભાઈ,ચેતનભાઈ,કમલેશભાઈ,દિવ્યેશભાઈ તથા હિનાબેનના માતૃશ્રી તથા નિશાંત,દિપ,ભાવિ,ફોરમ,પરી,ખ્યાના ના દાદી તથા પ્રતિકભાઈના મામી તેમજ શ્લોકના દાદી નાની થાય છે.જેમનું આજે તા.29.11.2023 ને બુધવાર,કારતક વદ બીજના રોજ ઉંમરના કારણે શ્રીજી ચરણ પામેલ છે.
આથી આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સદગતના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જે માટે માંગરોળમાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્રના સંચાલકને જાણ કરી હતી.

આથી નેત્ર કલેક્શન માટે માંગરોળ અધ્યારુ હોસ્પિટલમાં ફરજ બજાવતા હરદિપસિંહ જેઠવા દ્વારા સદગતના નેત્રનું કલેક્શન કરવામાં આવ્યું હતું.અને આજના ચક્ષુનો સ્વિકાર જાયન્ટ્સ ગૃપ માંગરોળના નિલેષભાઈ રાજપરા તથા શિવમ્ ચક્ષુદાન આરેણાના સચિનભાઈ જોટવા દ્વારા કરવામાં આવ્યો હતો.આ સમયે તેમના પરિવારજનો,કુટુંબીજનો, સગા સ્નેહીજનો પ્રેરક ઉપસ્થિત રહી સહકાર આપેલ.

સ્વર્ગસ્થ ચંદનબેનના બંન્ને ચક્ષુ ડૉ.થાનકી સાહેબની મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને કરશનભાઈ વાજા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં.

કગરાણા પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.ચંદનબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.

આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

કગરાણા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષ્મણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,ગીરનારી બ્લડ ગૃપ-જુનાગઢ,ભારત વિકાસ પરિષદ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો તેમજ ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ ચંદનબેનના આત્માને શ્રીજીના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી....

મિત્રો આ તકે આપને જણાવી એ છીએ કે આપણા વિસ્તાર મા કોર્નિયા થી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલા ની તપાસ કરી ને ઓપરેશન માટે ફીટ હોવી જોઈએ. મતલબ આ આંખ ના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને છે કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે સાથે સાથે બી.પી., ડાયાબિટીસ વગેરે પણ જોવાતું હોય છે. આમ જે લોકો ને કોર્નિયા થી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે.આવી વ્યક્તિ ની જાણ કરવા વિનંતી છે જેથી એમને આપણે દ્ષ્ટિ ફરી થી અપાવી શકીએ છીએ.
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.