રાજકોટ શહેર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ઇસમોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૧૩/૭/૨૦૨૪ ના રોજ ગઇ તા.૮/૭/૨૦૨૪ રોજ કરણપરા શે.નં.૧૩/૧૪ ના ખુણે આવેલ ફરીયાદી કેકીનભાઈ દિલિપભાઈ શાહ નું મકાન બંધ હતુ દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમે દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રહેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી અંદાજીત કૂલ કી.રૂ.૯,૫૦,૦૦૦ ની ચોરીનો બનાવ બનતા અજાણ્યા ઇસમો વિરૂધ્ધ રાજકોટ શહેર એ.ડીવી.પો.સ્ટે. BNS કલમ-331(3),331(4),305 મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો. ઘરફોડ ચોરીના બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રઝેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહીલ, મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા નાઓ દ્વારા બનાવ વાળી જગ્યાની ત્વરીત મુલાકાત લઇ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને સત્વરે શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન તેમજ સુચના કરવામાં આવેલ, ક્રાઈમ બ્રાંચ PI એમ.આર.ગોડલીયા તથા ક્રાઇમ બ્રાન્ચના અલગ-અલગ પોલીસની ટીમો દ્વારા બનાવવાળી જગ્યાની આજુબાજુમાં ખાનગી રાહે તપાસ કરવામાં આવેલ તેમજ બનાવવાળી જગ્યાની આજુબાજુના CCTV કેમેરાઓ ચેક કરવામાં આવેલ તે દરમ્યાન હ્યુમન તથા ટેકનિકલ સોર્સથી આરોપીઓની ઓળખ મેળવી ક્રાઇમ બ્રાન્ચના યુવરાજસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, પ્રદિપસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે ઉપરોકત ઘરફોડ ચોરી કરનાર આરોપીઓને જામનગર રોડ, ઘંટેશ્વર ચોકડી પાસે રાજકોટ ખાતેથી સોના-ચાંદીના દાગીના તથા ગુન્હામાં ઉપયોગ કરેલ એક્ટીવા મોટર સાયકલ સાથે મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) આનંદ ઉર્ફે રાજુ ઉર્ફે કરોડપતિ ચોર જેસંગ ઉર્ફે જેસીંગભાઇ સીતાપરા ઉ.૬૩ રહે.માધવ પેલેસ એપાર્ટમેન્ટ ફલેટ નં.૩૦૧ શામપુરગામ રોડ, કામરેજ સુરત. મુળ વતન દિજામ મીલ પાસે, ગાયત્રીનગર મે.રોડ, જામનગર (૨) ઇમ્તિયાઝ ઉર્ફે ઇન્તુ ઉર્ફે ઇમ્બુડો અલ્તાફભાઇ પરમાર ઉ.૨૪ રહે.વિનોદનગર આવાસ યોજના કવાર્ટસ બ્લોકનં.૩ કવા.નં.૨૦૦૬ હુડકો ચોકડી પાસે કોઠારીયા રોડ રાજકોટ (૩) ચિરાગ મુક્તિલાલ શિવલાલ શાહ ઉ.૪૪ રહે.સાંપ્રા વચલી પાર્ટી તા.સરસ્વતી જી.પાટણ (૪) વિજય રમેશભાઈ સીતાપરા રહે.ગોંડલ જી. રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.