રાજકોટ સિવિલ અધીક્ષકની ચેમ્બરમાં મહિલાકર્મીએ 4 રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર મૂકતાં ચર્ચા, તબીબી અધીક્ષકના તપાસના આદેશ - At This Time

રાજકોટ સિવિલ અધીક્ષકની ચેમ્બરમાં મહિલાકર્મીએ 4 રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર મૂકતાં ચર્ચા, તબીબી અધીક્ષકના તપાસના આદેશ


રાજકોટ સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદોમાં આવતી હોય છે, ત્યારે ફરી એકવાર મહિલા કર્મચારીએ બનાવેલી રીલના કારણે સિવિલ હોસ્પિટલ ચર્ચામાં આવી છે. એમાં સિવિલમાં ફરજ બજાવતા નેશનલ હેલ્થ મિશન(NIIA)નાં મહિલા કર્મચારીએ તબીબી અધીક્ષકની ચેમ્બરમાં એક નહીં, 4-4 રીલ બનાવી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મૂકતાં સિવિલ સર્જન ડો. ત્રિવેદીએ આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. તો બીજી તરફ રીલ બનાવનારી મહિલાએ પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામમાં જે એકાઉન્ટ છે એ મારું પર્સનલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.