ગોઠીબ ઉદ્દવહન સિંચાઈ યોજના અને કડાણા બલ્ક પાઇપ લાઇન જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લેતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા
ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી હતી તેમની આ મુલાકાત અંતર્ગત ગોઠીબ ઉદ્દવહન સિંચાઈ યોજના અને કડાણા બલ્ક પાઇપ લાઇન જૂથ પાણી પુરવઠા યોજનાની સ્થળ પર રૂબરૂ મુલાકાત લઇ સંલગ્ન અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી વિવિધ બાબતો પર ચર્ચા કરી હતી.પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ,જે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હશે એ ગામમાં આ યોજના ખુબજ લાભદાયી નીવડશે અને આ વિસ્તારના પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે.
મહીસાગર જીલ્લામાં આવેલ ટ્રાયબલ તાલુકા સંતરામપુર/ફતેપુરા ના કુલ ૫૮ ગામોને સમાવતી ગોઠીબ જુથ પાણી પુરવઠા યોજનાને મંજુર કરવામાં આવેલ છે. જેનો મુખ્ય સોર્સ તરીકે મહીસાગર જીલ્લામાં આવેલ કડાણા ડેમ આધારીત કડાણા બલ્ક પાઇપલાઇન છે.
ગોઠીબ મુખ્ય હે/વ ખાતે ૨૧.૦૦ એમ.એલ.ડી ક્ષમતાના વોટર ટ્રીટનેંટ પ્લાંટ, ભુગર્ભ સંપWTP (ક્ષમતા ૧૦૫.૦૦ લાખ લી.MLD) થી જુદા જુદા ગામોમાં પાણી વિતરણ કરવામાં આવશે. ગોઠીબ જુથ પાણી પુરવઠા યોજનાની હાલની ભૌતિક પ્રગતિ ૮૪% અને નાંણાકીય પ્રગતિ ૫૯.૪૮% થયેલ મંત્રીએ ગોઠીબ ઉદ્દવહન સિંચાઈ યોજના અને કડાણા બલ્ક પાઇપ લાઇન જૂથ પાણી પુરવઠા યોજનાની થયેલ કામગીરીની નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા આ મુલાકાત દરમ્યાન તાલુકા પંચાયત પ્રમુખ ,જિલ્લા પાણી પુરવઠા અધિકારી, સંતરામપુર મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.