લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોને ‘નો ફેરિયા ઝોન’ જાહેર કરો - At This Time

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોને ‘નો ફેરિયા ઝોન’ જાહેર કરો


દબાણની સમસ્યા નહીં ઉકેલાય તો ઉપવાસ આંદોલનની વેપારી એસો.ની ચીમકી

100થી વધુ વેપારી બે ધારાસભ્ય સાથે મનપામાં રજૂઆત કરવા દોડી આવ્યા

રાજકોટ શહેરના લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, સહિતની મુખ્ય બજારોમાં હાલ દિવાળીના તહેવારોમાં ઘરાકીના સમયે જ બજારની બન્ને બાજુની ફૂટપાથ પર લારી-ગલ્લાવાળા અને પાથરણાવાળા બેસી જતા હોવાથી તેમને હટાવવા અને આ બજારને ‘નો ફેરિયા ઝોન’ જાહેર કરવા વેપારીઓએ દ્વારા મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.