દારૂના ત્રણ દરોડા: 103 બોટલ સાથે એક ઝડપાયો બે ફરાર - At This Time

દારૂના ત્રણ દરોડા: 103 બોટલ સાથે એક ઝડપાયો બે ફરાર


શહેર પોલીસે અલગ અલગ જગ્યાએ દારૂના ૩ દરોડા પાડી 103 બોટલ સાથે એક શખ્સને દબોચી રૂા.9.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે બે શખ્સો નાસી છુટતા શોધખોળ હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના એએસઆઈ આર.ડી.વાંક સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે લાપાસરી ચોકડીએથી કાળીપાટ ગામ તરફ જતા રોડ પરથી કાર નંબર જી.જે.3 એ.આર.3914માંથી દારૂની 47 બોટલ અને બીયરના 24 ટીન મળી રૂા.3.25 લાખનો મુદામાલ કબ્જે કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
બીજા દરોડામાં આજીડેમ પોલીસની ટીમે રામવન બાજુમાં કે.પી.ઈન્ડસ્ટ્રીઝ એરીયા પાછળથી કાર નંબર જી.જે.5 આર.બી. 9057માંથી દારૂની 66 બોટલ કબ્જે કરી રૂા.5.33 લાખનો મુદામાલ જપ્ત કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
ત્રીજા દરોડામાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે કોઠારીયા સોલ્વન્ટથી આગળ વર્ધમાનનગર ઈન્ડસ્ટ્રીઝ એરીયામાંથી દર્શન ભરત ચૌહાણ ઉ.22 રહે. પારડી, લોધીકા ને દારૂની 18 બોટલ સાથે દબોચી રિક્ષા અને દારૂ મળી રૂા.1.09 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.