સુરત સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૭૫ ફૂટ લાંબા રાષ્ટ્ર ધ્વજ ની બળદ ગાડા માં ત્રિરંગા યાત્રા યોજાય
સુરત. સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદી ના ૭૫ મા અમ્રુત મહોત્સવ ના ભાગ રુપે સુરત ના મોટા વરાછા વિસ્તારમા ૭૫ ફુટ નો વિશાળ તિરંગા સાથે ભવ્ય યાત્રા નુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ તિરંગા યાત્રા મા ૭૫ ફુટ ના તિરંગા ની સાથે રોલર સ્કેટ બાસ્કેટબોલ ના રમતવીરો ની કરતુતો અને ખેતીપ્રધાન દેશની યાદ અપાવે તેવા શુશોભીત બળદ ગાંડા માં ત્રિરંગા યાત્રાનુ આયોજન આકર્ષણ નુ કેન્દ્ર બન્યુ હતુ. સુરત શહેરીજનો માટે અકસ્માત કે બીમારી માં જરુરી મેડીકલ ના સાધનો જેવા કે વ્હીલ ચેર , વોકર , ટોઇલેટ ટબ , રીવોલ્વીંગ બેડ , વોક સ્ટીક જેવા સાધનો મોટા વરાછા , વેલંજા , ઉમરા , ઉત્રાણ ના લોકોને પોતાને ખર્ચ કરી વસાવવા ન પડે તે માટે નિશુલ્ક આપવાનુ વિમોચન કરવામા આવ્યુ. જેમા વિશેષ પ્રતિભા સન્માન ગ્લોસ્ટાર ગ્રુપના કેશુભાઇ ગોટી , એડવોકેટ સમીરભાઇ બોધરા , રબ્બર ગર્લ અન્વી ઝાંઝરુકીયા ,રોલર સ્કેટ બાસ્કેટબોલ ચેમ્પીયન દર્શન લખાણી ,કુલ્દીપ લખાણી , આરતી લખાણી નુ સન્માન કરવામા આવ્યુ . જેમા સુરત ના ડે.મેયર દીનેશભાઇ જોધાણી , ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાવડીયા , લોકસાહીત્યકાર ઘન્શ્યામ લખાણી , યુ ટ્યુબર ટ્વીંકલ પટેલ ઉપસ્થીત રહ્યા હતા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.