ધંધુકા ખાતેની શ્રી જી.આર જાદવ ગર્લ્સ હાઇસ્કુલ નો સ્થાપના દિવસ ઉજવાયો. - At This Time

ધંધુકા ખાતેની શ્રી જી.આર જાદવ ગર્લ્સ હાઇસ્કુલ નો સ્થાપના દિવસ ઉજવાયો.


ધંધુકા ખાતેની શ્રી જી.આર જાદવ ગર્લ્સ હાઇસ્કુલ નો સ્થાપના દિવસ ઉજવાયો.

ગુરુપૂર્ણિમાએ 45 વર્ષ પૂરા થતાં ત્રિવેણી કાર્યક્રમનું દબદબ ભેર આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતેની શ્રી જી.આર.જાદવ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમને હાઈસ્કૂલની દીકરીઓ અને સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ની શ્રી જી.આર જાદવ ગર્લ્સ હાઇસ્કુલ ના સ્થાપના દિવસ ગુરુપૂર્ણિમાના દિવસે ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સન્ 1977 માં સ્થાપના થયેલ શ્રી જી આર જાદવ ગર્લ્સ હાઇસ્કુલ ને ગુરુપૂર્ણિમા ના દિવસે 45 વર્ષ પૂર્ણ થતા સંસ્થાના ટ્રસ્ટીઓ અને સ્ટાફ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ગુરુવંદના તથા પ્રાર્થના ઉપરાંત હાઈસ્કૂલની દીકરીઓની વકૃત્વ સ્પર્ધા ભજન સ્પર્ધા તેમજ વર્ગ શુસોભન સ્પર્ધાનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું વર્ગ શુસોભન સ્પર્ધામાં દીકરીઓ તથા વર્ગ શિક્ષક કે પણ ભાગ લીધો હતો વર્ગ માં શુસોભન કરવામાં દીકરીઓ અને વર્ગ શિક્ષક દ્વારા સારી એવી મહેનત કરીને કાર્યક્રમ આકર્ષક બનાવ્યો હતો.

કાર્યક્રમ પ્રસંગે ધંધુકા નગરપાલિકા ના પ્રમુખ હર્ષદભાઈ ચાવડા ધંધુકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્યાણસિંહ ટાંક તથા શ્રી જી.આર. જાદવ ગર્લ્સ હાઇસ્કુલ ના ટ્રસ્ટી નારણભાઈ પટેલ (કેળવણી કાર) તથા જોરુભા વાજા (છશીયાણા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા તદ ઉપરાંત વાલીઓએ પણ હાજરી આપી હાઈસ્કૂલ ના કાર્યક્રમ ને બિરદાવ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા હાઈસ્કૂલની દીકરીઓ, પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.