ન્યુ.ઇન્ડિયા.માં.સામાજિક.તિરાડો. પહોળી. થઈ.રહી.છે. અશોક વાજપેયી. લોકસ્વરાજ
ન્યુ.ઇન્ડિયા.માં.સામાજિક.તિરાડો. પહોળી. થઈ.રહી.છે
અહીં કેટલીક શક્તિઓ ખૂબ જ ક્રૂર રીતે નવું ભારત બનાવવાનો દાવો કરવા લાગી છે. તેઓ એવો પણ દાવો કરે છે કે, એક સંયુક્ત, બિન સમાવેશક ભારત, જેમાં બહુમતીવાળા સંપૂર્ણ નાગરિકો છે અને લઘુમતી વર્ગ, બીજા-ક્રમના નાગરિક છે, તે ભારતનો વાસ્તવિક વિચાર છે. આ સંદર્ભમાં, ‘ભારત-વિચારના બચાવમાં’ વિષય પર ‘અનહદ' દ્વારા તાજેતરમાં આયોજિત સિમ્પોઝિયમ પ્રાસંગિક હતું. જે ચર્ચા થઈ તેમાં મારા જેવા લેખકની સાથેસાથે, ઇતિહાસકારો, અર્થશાસ્ત્રીઓ અને પત્રકારો સામેલ થયા. મને લાગ્યું કે, છેલ્લા એક દાયકામાં ભારત-વિચારને જે ઠોકર, ઇજાઓ, ઘા અને હુમલાઓ થયા છે તેને ધ્યાનમાં લેવા જરૂરી છે. એ પણ વિચારવુંજરૂરી છે કે, કેન્દ્રમાં સર્વસમાવેશક ભારત ધરાવતો ભારત- વિચાર માત્ર કાલ્પનિક છે, જ્યારે ભારતની વાસ્તવિકતા, સામાજિક વાસ્તવિકતા, વર્તન વગેરે હંમેશાં તેનાથી દૂર રહ્યું છે. શું આ વિચાર આધુનિકતાની ઉપજ છે અને ભારતીય પરંપરામાં તેની કોઈ હાજરી કે સક્રિયતા રહી નથી?
આ વિચારના કેન્દ્રમાં રહેલી સર્વસમાવેશકતાને વિશ્વમાં દરેક જગ્યાએ નકારી કાઢવામાં આવી રહી છે. જો આર્થિક દરમાં વૃદ્ધિ, નાગરિકો માટે વધતી જતી સુવિધાઓ, પરિવહનની અપાર સરળતા, આત્મનિર્ભરતા, વિશ્વ પ્રતિષ્ઠા, આત્મવિશ્વાસ વગેરે સર્વસમાવેશકતા વિના શક્ય જણાતું હોય, તો કોને સર્વસમાવેશક ભારત, ભારત-વિચારની જરૂર છે? આ સમયે, ભારતીય સમાજમાં ઘણી તીવ્ર અને ઊંડી તિરાડો પડી છે - જે પહેલાથી હતી તેને પહોળી કરવામાં આવી રહી છે. રસ્તા પહોળા કરવામાં આવ્યા નથી, સામાજિક તિરાડો પણ પહોળી કરવામાં આવી રહી છે, કરવામાં આવી છે. આ સમયે હિંસા-હત્યા-બળાત્કાર- બુલડોડિંગ-લિચિંગ-એક્રાઉન્ટર, સજા વિના વર્ષો સુધી જેલવાસ વગેરે સામાજિક-કાર્યના યોગ્ય અને લોકપ્રિય સ્વરૂપો બની ગયાં છે. હિંસાનાં ઘણાં સ્વરૂપોને કાયદાની ભલે નહીં, પણ વ્યાપક સામાજિક-સ્વીકૃતિ મળી ગઈ છે.અસત્ય-દ્વેષ-ભેદભાવ-અત્યાચાર-અન્યાય વગેરે, નવી સક્ષમ ટેક્નોલૉજી દ્વારા એટલી ઝડપથી ફેલાય છે કે તે લગભગ વાસ્તવિકતા બનતા જઈ રહ્યા છે. સત્તામાં છે તે રાજનીતિઅશોક વાજપેયી ખુલ્લમખુલ્લા નીચતા, અભદ્રતા, અપશબ્દો, કાદવ ઉછાળવા વગેરેથી રાજકારણને, વ્યાપક મહત્ત્વના મુદ્દાઓ પરની ચર્ચા કે સામાજિક સંવાદ અથવા સંસ્કારી નાગરિક સંવાદને લગભગ અશક્ય બનાવી રહી છે.
આ રાજકારણે મતભેદ, પ્રશ્ન, વિરોધ-પ્રતિરોધ, ચર્ચા વગેરેને લગભગ દેશદ્રોહ ગણાવ્યો છે. લોકશાહી પ્રક્રિયાઓનો સંપૂર્ણ બેશરમી સાથે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, લોકશાહીનો નાશ કરવા અને તેનાં મૂળભૂત મૂલ્યો અને ધોરણોની અવગણના કરવામાં આવી રહી છે. વંશીય સ્મૃતિને દૂર કરવા પરંપરા, ઇતિહાસની ખોટી રજૂઆત ફેલાવવા માટે સુઆયોજિત અભિયાન ચાલી રહ્યું છે.
ભારત-વિચાર છે તેના પર કંઈ પણ કહેતા પહેલા, આ વિચારની રચના અને વિકાસ કેવી રીતે થયો તે વિશે વિચારવું જરૂરી છે. તેના મજબૂત અને અકાટ્ય પુરાવા એ છે કે આ વિચાર વેદ- પુરાણો-ઉપનિષદો-મહાકાવ્યોની પરંપરાથી શરૂ થયો હોવાનું માની શકાય. ભારતીય ફિલસૂફી, હિંદુ-બૌદ્ધ-જૈન-ઈસ્લામ-શીખ-ખ્રિસ્તી વગેરે ધર્મોમાં સમાવિષ્ટ ફિલસૂફી અને અંતરાત્મા, અન્ય સંસ્કૃતિઓ સાથે ભારતનો સંવાદ, ભક્તિમય કવિતા, ગાંધાર સ્થાપત્ય, લઘુચિત્ર કલા, ખયાલ ગાયન વગેરે અને આધુનિક સ્વતંત્રતા, કલાના સ્વરૂપો, ભારતીય સ્વતંત્રતા, લોકશાહી અને બંધારણે આ વિચારનું ઘડતર કરવામાં પોતાનો ભાગ ભજવ્યો છે. ભારત- વિચાર એ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને સાર છે. ટૂંકમાં, એવું કહી શકાય કે ભારત-વિચારના મુખ્ય ઘટકો છેઃ બહુલવાદ અને સર્વસમાવેશકતા, અસંમતિ-પ્રશ્ન-સંવાદ માટે જગ્યા, અન્યતાનો ત્યાગ, વિનિમય-નિખાલસતા-ગ્રહણશીલતા, સમન્વય, સામાજિક પ્રતિષ્ઠા અને વ્યક્તિનું ગૌરવ, અને છેવટે સ્વતંત્રતા- સમાનતા અને બધા માટે ન્યાય.
દરેક સ્તરે, વ્યક્તિગત-સામાજિક-સંસ્થાકીય સ્તરે, ક્યારેક એકલા રહીને પણ, આપણે રાજકારણ અને હિંસા-હત્યા-બળાત્કાર- દ્વેષ-અસત્યના સામાજિક વ્યવહાર સાથે શારીરિક-બૌદ્ધિક- સર્જનાત્મક અસહકાર કરવો જોઈએ. અસત્યના વાદળમાં, અસત્ય અને નફરત ફેલાવવામાં સત્તા-ધર્મ-મિડિયા-બજારની.અભૂતપૂર્વ અને તદ્દન અનૈતિક સાંઠગાંઠની હાજરીમાં, આપણે સત્યનો આગ્રહ રાખવો જોઈએ, સત્ય અને સત્યનો સાથ ક્યારેય વ્યર્થ જઈ શકે નહીં એવી માન્યતા સાથે સત્યાગ્રહ કરવો જોઈએ. આપણે નાગરિક અસહકારનો આશરો લેવો જોઈએ.
ગાંધીજીને ફરીથી યાદ કરીએ તો સ્પષ્ટ થાય છે કે આપણે ભયભીત સમાજ બની રહ્યા છીએઃ નિર્ભયતા વિના આપણે
ભારત-વિચારનો બચાવ કરી શકતા નથી. આપણી પરંપરા, સભ્યતા અને વંશીય વિવેક આપણને નિર્ભયતાનો પાઠ શીખવાડતા રહ્યા છે. નિર્ભયતાથી પ્રતિકાર કરવાનો સમય આવી ગયો છે. ભાંગ્યો-તૂટ્યો પણ ભારત-વિચા૨ છે અને .. તેના અપરાજ્યમાં આપણો વિશ્વાસ, સઘન આત્મ-ટીકા છતાં ક્યારેય ઘટવો ન જોઈએ. (સાભાર – ધ વાયરમાંથી ટૂંકાવીને)
નટવરલાલ.જે. ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.