દામનગર શહેર ની આંગણવાડી ના ભૂલકા ઓની મુલાકાતે અમેરિકા સ્થિત સાકાર જીવન ટ્રસ્ટ મુંબઈ ના હિતેનભાઈ ભુતા પધાર્યા - At This Time

દામનગર શહેર ની આંગણવાડી ના ભૂલકા ઓની મુલાકાતે અમેરિકા સ્થિત સાકાર જીવન ટ્રસ્ટ મુંબઈ ના હિતેનભાઈ ભુતા પધાર્યા


દામનગર શહેર ની આંગણવાડી ના ભૂલકા ઓની મુલાકાતે અમેરિકા સ્થિત સાકાર જીવન ટ્રસ્ટ મુંબઈ ના હિતેનભાઈ ભુતા પધાર્યા

દામનગર શહેર ની અમેરિકા સ્થિત હિતેનભાઈ ભુતા પધારતા આંગણવાડી હેલ્પર વર્કર બહેનો દ્વારા ઉષ્મા ભર્યો સત્કાર દર વર્ષે ડિસેમ્બર માસ માં ઇન્ડિયા આવતા હિતેનભાઈ ભુતા દ્વારા આવતા ભવિષ્ય ની ૨૦ વર્ષ એડવસન્સ ટેક્નોસેવી શિક્ષણ પદ્ધતિ વિશે આંતર રાષ્ટ્રીય સ્તરે વિશ્વ ના ૧૭ થી વધુ દેશો માં મોટીવેશનલ સ્પીકર તરીકે ઉચ્ચ અભ્યાસુ શિક્ષણ સંસ્થા સંલગ્ન કામગીરી તેમજ અનેક વિધ સેવા પ્રવૃત્તિ કરતા મુંબઈ સ્થિત સાકાર જીવન ટ્રસ્ટ ના મોભી હિતેનભાઈ ભુતા એ સૌરાષ્ટ્ર ના મહુવા રાજુલા સિહોર ભાવનગર સહિત દામનગર ની અચૂક મુલાકાતે પધારે છે દામનગર શહેર ની પુષ્ટ્રિયમાર્ગી શ્રીમદનમોહન લાલજી ની હવેલી ખાતે દર્શન કર્યા બાદ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર સહિત જીવદયા સંસ્થાઓ આંગણવાડી ઓના બાળકો અને જાહેર પુસ્તકાલયો ની મુલાકાતો લઈ જ્યાં જેવી જરૂર તેવી મદદ માટે સતત તત્પર હિતેનભાઈ ભુતા આજરોજ મારૂતિ સોસાયટી સ્થિત આંગણવાડી ના બાળકો સાથે સમય વિતાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય દામનગર ના હકાણી પરિવાર ના સ્વર્ગીય પુત્રી રત્ન સુશીલાબેન ભુતા ના પુત્ર રત્ન હિતેનભાઈ એ આંગણવાડી ઓમાં પ્રાથમિક જરૂરિયાતો જાણી મદદ માટે તૈયારી દર્શાવી હતી શહેર ની ૧૬ આંગણવાડી કેન્દ્રો માં અવારનવાર નાની મોટી મદદ કરતા હિતેનભાઈ ભુતા એ નાના બાળકો સાથે સમય વિતાવ્યો અને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.