અષાઢી બીજે 545 ટુ વ્હીલર સહિતના 566 વાહનનું વેંચાણ : ટેકસની 21.5 લાખની આવક
રાજકોટમાં અષાઢી બીજના તહેવારના દિવસોમાં ઓટોમોબાઈલ માર્કેટમાં પણ શુકનવંતી ખરીદી થઇ હતી. શનિ- રવિ અને સોમવારે 566 જેટલા વાહનનું વેંચાણ થયું હતું જેમાં 545 ટુ વ્હીલર હતા. જે પેટે મનપાને 21.5 લાખ જેટલી વ્હીકલ ટેકસની આવક થયાનું જાણવા મળ્યું હતું.
મનપા ટેકસ બ્રાંચમાંથી મળતી વિગત મુજબ તા.7ના રવિવારે અષાઢી બીજની ઉજવણી થઇ હતી. તેના આગલા દિવસે તા.6ના રોજ શહેરમાં 230 વાહનના વેંચાણ થતા આ દિવસે કોપો.ને ટેકસની 10.94 લાખની આવક થઇ છે.
તેમાં 188 ટુ વ્હીલર હતા તો 34 જેટલી કારના વેંચાણ થયા હતા. તા. 8ના રોજ પણ 253 ટુ વ્હીલર સહિત 332 વાહનોના વેંચાણ થયા હતા. જેનાથી મનપાને 10.47 લાખ ટેકસની આવક થઇ હતી. તા.8ના રોજ 58 સીએનજી થ્રી વ્હીલર વાહનનું પણ વેંચાણ થયું હતું. આ દિવસે મનપાને 10.47 લાખની વાહન વેરાની આવક થઇ હતી. રવિવારે તા. 7ના રોજ માત્ર ચાર ટુ વ્હીલરની પહોંચ રજાના દિવસે ફાટી હોય, કોર્પો.ને સાડા ચાર હજારનો ટેકસ મળ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.