ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી કુંડળ ગામે સીમ વિસ્તારમા હત્યા કરી નાસી જનાર આરોપીને ગણતરીના દિવસોમા પકડી પાડતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ
ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી કુંડળ ગામે સીમ વિસ્તારમા હત્યા કરી નાસી જનાર આરોપીને ગણતરીના દિવસોમા પકડી પાડતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ
ગઢડા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં ૧૧૧૯૦૦૦૪૨૪૦૬૮૯/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૩૦૨ તથા જીપી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુન્હાના કામે હત્યાના ગુન્હામા સંડોવાયેલ આરોપી હત્યા કરી ભાગી ગયેલ હોય તેમજ આરોપીને તાત્કાલીક અસરથી પકડી પાડવા સુચના આપેલ હોય જે ગુન્હામા મરણજનાર પાસેથી આરોપીને ૧૦ હજાર ઉપાડના પૈસા લેવાના હોય જે ઉપાડ બાબતે માથાકુટ કરી આરોપીએ મરણજનારનુ ગળુ કાપી હત્યા કરી નાસી ગયેલ હોય જેમા આરોપી ફોનનો ઉપયોગ કરતો ન હોય તેમજ પોતે પરીવારથી અલગ રહી એકલા જ અલગ-અલગ ગામના સીમ વિસ્તારમા મજુરી કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતો હોય તેમજ પોતાના વતનમા કે કોઇ સગા સબંધીમા કોઇ સંપર્ક ધરાવતો ન હોય જેથી મજકુર આરોપીને શોધી કાઢવો ખુબ જ મુશ્કેલ હોય જેથી સદર ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ પો.ઇન્સ. એમ.જી.જાડેજા તથા પો.સબ.ઇન્સ. જી.જે.ગોહિલ દ્રારા ગઢડા પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સોર્સની મદદથી સતત પ્રયત્નશીલ રહી નાકાબંધી કરી મજકુર આરોપીને પકડી પાડવાના તમામ અથાગ પ્રયાસો શરૂ હતા દરમ્યાન તા.૦૧/૦૬/૨૦૨૪ ના રોજ ભગીરથસિંહ ભીખુભા ગોહિલ એ.એસ.આઇ. ગઢડા નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે સદર હત્યાનો આરોપી હાલ નીંગાળા સીમ વિસ્તારમા આટા મારતો જોવામા આવેલ છે જેથી તાત્કાલીક અસરથી નીંગાળા ગામે જઇ બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી સર્ચ કરી સદર હત્યાના ગુન્હાના આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.