‘ધ ટેડ હબ’માંથી 31 કિલો વાસી ઠંડાપીણા, પનીર, આઇસ્ક્રીમ મળ્યા : સબ-વે સહિત પાંચને નોટીસ
મનપાની ફૂડ શાખાએ સત્યસાંઇ રોડ પર આવેલી ‘ધ ટેડ હબ’ નામની રેસ્ટોરન્ટમાં દરોડો પાડી એકસપાયરી ડેટના ઠંડા પીણા, આઇસ્ક્રીમ, પનીર સહિતનો 31 કિલો માલ પકડી તેનો નાશ કર્યો છે.
આરોગ્ય વિભાગે આજે જાહેર કરેલી વિગતો મુજબ સત્યસાંઇ હોસ્પિટલ રોડ, આત્મીય યુનિ.પાછળ આવેલ ‘ધ ટેડ હબ’ પેઢીમાં તપાસ કરતા સ્થળ પર કિચન, ફ્રીઝ, ડિસ્પ્લેમાં સંગ્રહ કરેલ ઠંડાપીણાં, ડેરી પ્રોડક્ટસ આઇસ્ક્રીમ, પનીર, મિલ્ક, બેટરક્રીમ તથા ફ્રાઈમ્સ, વટાણા, સ્વીટકોર્ન તથા અન્ય સિરપ વગેરેનો જથ્થો એક્સપાયરી ડેટ વીતેલ માલૂમ પડતાં કુલ અંદાજીત 31 કિલો અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરાયો હતો. આ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ છે.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જયરાજનગર મેઇન રોડ, રાધે હોટેલ પાછળ, 150’ રિંગ રોડ પર આવેલ ‘બજરંગ ડેરી ફાર્મ’ પેઢીની તપાસ કરી પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ છે. જયારે મવડી રોડ, વિશ્વેશ્વર મંદિર પાસે આવેલ ‘શ્રી જલારામ ફરસાણ હાઉસ’ પેઢીની તપાસ કરતા પેઢીને દાઝીયું તેલ નિકાલ કરવા, છાપાની પસ્તી ન વાપરવા તથા હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ અપાઇ છે. જયારે ભક્તિધામ સોસાયટી, હાયસ્ટ્રીટ સામે, 150’ રિંગ રોડ, રાધે હોટેલ પાસે આવેલ ‘કોફી સ્ટેન્ડ’ને પણ હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ અપાઇ છે.
ભક્તિધામ સોસાયટી પાસે આવેલ ‘એન.ડી.એસ.ઇટરી’ (સબ-વે)ને પણ લાયસન્સ તથા સાઇન બોર્ડ ડીસ્પલેમાં દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવેલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
