લખતર પોલીસ દ્વારા ભડવાણા વરસાણી વચ્ચે આવેલ નદીના ખાતરામાંથી ભડવાણા ગામના રમેશને દેશીદારૂની ચાલુ ભઠ્ઠીએ ઝડપી પાડ્યો - At This Time

લખતર પોલીસ દ્વારા ભડવાણા વરસાણી વચ્ચે આવેલ નદીના ખાતરામાંથી ભડવાણા ગામના રમેશને દેશીદારૂની ચાલુ ભઠ્ઠીએ ઝડપી પાડ્યો


લખતર પોલીસ દ્વારા ભડવાણા વરસાણી વચ્ચે આવેલ નદીના ખાતરામાંથી ભડવાણા ગામના રમેશને દેશીદારૂની ચાલુ ભઠ્ઠીએ ઝડપી પાડ્યોઆરોપી છેલ્લા ઘણા વર્ષોથી ભડવાણા વરસાણી વચ્ચે આવેલ ખાતરામાં દેશીદારૂની ભઠ્ઠી ચલાવતો હતોલખતર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગિરીશ પંડ્યા દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી પવિત્ર તહેવારમાં દારૂ જુગાર એનડીપીએસ સહિતની બિનકાયદેસરની બદી સાથે સંડોવાયેલા તમામ અસામાજીક તત્વોની માહિતી એકત્ર કરી તેમની ઉપર ધોસ બોલાવી આવી પ્રવૃત્તિ કરનાર ઈસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવી જેથી સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ઝડવાઈ રહે લોકો શાંતિથી તહેવાર ઉજવી શકે આથી લખતર પીએસઆઇ એન.એ.ડાભી દ્વારા લખતર તાલુકાના અસામાજિક તત્વોની તપાસ કરી તેમની ગતિવિધિ ઉપર નજર રાખવાનું શરૂ કરવામાં આવ્યુ છે ત્યારે જયપાલસિંહ પરમારને બાતમી મળી હતીકે ભડવાણા ગામમાં રહેતો રમેશ મોટપિયા નામનો શખ્સ ભડવાણા વરસાણી વચ્ચે આવેલ ખાતરામાંથી ડાબી બાજુ જતા આશરે ત્રીજા ખેતર પાસે દેશીદારૂની ભઠ્ઠી ચાલુ કરી દેશીદારૂ પાડી બિનકાયદેસરની પ્રવૃત્તિ કરે છે આથી જયપાલસિંહ પરમાર ધનજીભાઈ કાંજીયા સાથે બાતમી મળેલ જગ્યાએ રેડ કરતા આરોપી રમેશ મોટપિયા ચાલુ ભઠ્ઠીએ દેશીદારૂ બનાવવાના આથા અને દેશીદારૂ સાથે મળી આવતા તેને ઝડપી લઈ લખતર પોલીસ સ્ટેશનમાં લાવી પ્રોહીબિશન એકટ મુજબ કેસ દાખલ શરૂ કરવામાં આવતા લખતર તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ જવા પામી છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.