વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી.ટીમ
(ચેતન ચૌહાણ દ્વારા બોટાદ)
ગૌતમ પરમાર,પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓ દ્વારા પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ લીસ્ટેડ બુટલેગરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ બળોલીયા સાહેબ દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેના ભાગ સ્વરૂપે પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ બુટલેગરો વિરૂધ્ધ પાસા ની કડક કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક રાવલ નાઓના માર્ગદર્શન હેઠળ પાળીયાદ પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.પી.જાંબુચા નાઓ દ્વારા પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ કનુભાઇ ઉર્ફે અનિરૂધ્ધભાઇ અમરાભાઇ બોરીયા રહે, નાની વિરવા વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.જીન્સી રોય નાઓએ દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી. ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી તથા નાસતા ફરતા સ્કોડ ના ઇ/ચા પો.સબ.ઇન્સ એસ.બી.સોલંકી તથા એલ.સી.બી સ્ટાફ દ્વારા મજકુર કનુભાઇ ઉર્ફે અનિરૂધ્ધભાઇ અમરાભાઈ બોરીચ, રહે.નાની વિરવા વાળાની ધરપકડ કરી પાસા વોરંટની બજવણી કરી મજકુર ને લાજપોર (સુરત) મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.
પકડાયેલ આરોપી -કનુભાઇ ઉર્ફે અનિરૂધ્ધભાઇ અમરાભાઇ બોરીચા રહે નાની વિરવા
આ કામગીરીમા સામેલ અધીકારી/કર્મચારીની ટીમ-આ કામગીરી પોલીસ અધીક્ષક કે.એફ બળોલીયા ની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી તથા નાસતા ફરતા સ્કોડ ના ઇ/ચા પો.સબ.ઇન્સ. એસ.બી.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ના અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક એન.પી.આહીર તથા પો.સબ.ઇન્સ એમ.પી. જાંબુચા તથા પાળીયાદ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.