જસદણના ભંડારીયા(ભાડલા) ગામમાં નદીએ ન્હાવા ગયેલા યુવાનને એક શખ્સે પાઈપના ઘા માર્યા. - At This Time

જસદણના ભંડારીયા(ભાડલા) ગામમાં નદીએ ન્હાવા ગયેલા યુવાનને એક શખ્સે પાઈપના ઘા માર્યા.


- નશો કરેલી હાલતમાં શખ્સે ગાળો દઈ “અહિ તારે ન્હાવા આવવું જ નહિ” કહી હુમલો કર્યો.

(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણના ભંડારીયા(ભાડલા) ગામે રહેતો અને છુટક મજૂરીકામ કરતો પિન્ટુભાઈ હમીરભાઈ ગોહેલ (ઉ.વ.28) નામનો યુવાન ગામની નદીએ ન્હાવા ગયો હતો. ત્યારે ત્યાં હાજર અશોક મકવાણા નામના શખ્સે તેને લોખંડના પાઈપથી માર મારતા લોહીલુહાણ થઈ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ભાડલા પોલીસને જાણ કરી હતી. આ હુમલાના બનાવમાં પિન્ટુએ જણાવ્યું હતું કે, અશોક મકવાણા નદી પાસે નશો કરીને બેઠો હતો. તેણે મને તારે અહિ ન્હાવા આવવું જ નહિ એવું કહી ગાળો દેતાં મેં ગાળો દેવાની ના પાડતા તેણે હુમલો કર્યો હતો. હાલ આ હુમલાના બનાવમાં ભાડલા પોલીસે પીન્ટુની ફરિયાદના આધારે આગળની તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.