થાનગઢ ના સરોડી માં શાળા પ્રવેશોત્સવનો ઉલ્લાસ, બાળકો માટે કેળવણીનું કરશે અનુસંધાન! - At This Time

થાનગઢ ના સરોડી માં શાળા પ્રવેશોત્સવનો ઉલ્લાસ, બાળકો માટે કેળવણીનું કરશે અનુસંધાન!


સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સરોડી ગામે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સરોડી પ્રાથમિક શાળા ખાતે બાળકોનો શાળા પ્રવેશ કરાયો , તથા શાળા ભવન અને નવનિર્મિત ક્લાસરૂમનું લોકાર્પણ તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.તથા વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાના ચેક અર્પણ કરવામાં આવ્યો. ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જણાવ્યું નાના બાળકો ઉત્સાહ ભેર શિક્ષણ મેળવે અને કિલ્લોલ કરતા આગળ વધે.
આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લાના મહામંત્રી ધીરુભાઈ સિંઘવ, ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લાના મંત્રી પ્રતાપભાઈ ખાચર જિલ્લાના ઉપપ્રમુખ લીનાબેન ડોડીયા થાનગઢ શહેરના મહામંત્રી મનુભા ગઢવી થાનગઢ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ભગત તાલુકા પ્રમુખ અને તાલુકા પ્રભારી જીવણભાઈ ડાંગર તમામ મોરચાના કાર્યકર્તા નગરપાલિકાના સદસ્યો સંગઠન સર્વ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર :રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image