લાયન વર્ષ ૨૦૨૨-૨૩ માટે લાયન્સ કલબ ઓફ અમરેલી (મેઈન)નો શપથગ્રહણ-સમારોહ-અંતરના ઓવારણા કાર્યક્રમ યોજાયો
લાયન વર્ષ ૨૦૨૨-૨૩ માટે
લાયન્સ કલબ ઓફ અમરેલી (મેઈન)નો શપથગ્રહણ-સમારોહ-અંતરના ઓવારણા કાર્યક્રમ યોજાયો
અમરેલી. લાયન વર્ષ ૨૦૨૨-૨૩ માટે
લાયન્સ કલબ ઓફ અમરેલી (મેઈન)નો શપથગ્રહણ-સમારોહ-અંતરના ઓવારણા કાર્યક્રમ યોજાયો
જિ.પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા ના અઘ્યક્ષ સ્થાને, ઈફકો ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી,જિ.ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા,પરિવર્તન ટ્રસ્ટ ના પ્રમુખ શરદ ધાનાણી તથા લે.પટેલ સમાજના પ્રમુખશ્રી કાંતીભાઈ વઘાસિયા ની ઉપસ્થિતી માં પ્રમુખશ્રી શિવલાલ હપાણીની નિયુક્તિ
સમગ્ર લાયન વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન વિવિધ સેવાકાર્યો કરીને જિલ્લા ના છેવાડાના માનવી સુધી પહોંચવા પ્રયાસ કરીશ -શિવલાલ હપાણી-નવનિયુકત પ્રમુખશ્રી
સમગ્ર અમરેલી જિલ્લા માં વિવિધ સેવા પ્રવૃતિઓ માટે જાણીતી લાયન્સ કલબ ઓફ અમરેલી (મેઈન)નો લાયન વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રમુખ,ઉપપ્રમુખ,સેક્રેટરી,ખજાનચી તથા નવા સભ્ય શ્રીઓનો અંતરના ઓવારણાભ શપથગ્રહણ કાર્યક્રમ અમરેલી જિલ્લાી પંચાયત ના પ્રમુખ શ્રીમતિ રેખાબેન મોવલીયાના અઘ્યક્ષ સ્થાને તથા રાષ્ટ્રીય સહકારી ધુરંધર આગેવાન ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના મુખ્ય મહેમાનપદે યોજાયો હતો,સર્વ પ્રથમ ઉપસ્થિત સૌનુ શબ્દોથી સ્વા્ગત પાસ્ટ પ્રેસિડેન્ટન લા.દિનેશભાઈ ભુવા તથા દિપપ્રાગટય લા.રમેશચંદ્ર રૂપાલા તથા ઈન્ટોનલીંગ પ્રક્રિયા વી.ડી.ઝી.લા.ધીરજલાલ રાણપરીયા દ્વારા કરવામાં આવી હતી. ઈન્ટોઈ લેશન કાર્યક્રમમાં શિવલાલ હપાણીને પ્રમુખશ્રી તરીકે નિયુકત કર્યા હતા તથા સેક્રેટરી નિલેષભાઈ ઠુમ્મર અને ટ્રેઝરર બકુલભાઈ ભટ્ટે શપથ લીધા હતા તથા લાયન્સ કલબ મેઈન ના પાસ્ટ લા.દિનેશભાઈ ભુવાએ પોતાની ટીમના સહયોગને ગીફટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. લાયન્સ કલબ મેઈન ની નવનિયુકિત ટીમને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, જિલ્લા સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા,લેઉવા પટેલ સમાજ પ્રમુખ કાંતીભાઈ વઘાસિયા,ખોડલધામ સમિતિ કન્વીનર રમેશભાઈ કાથરોટીયા,સા.કુંડલાના આગેવાનો સર્વશ્રી કરશનભાઈ ડોબરીયા,દેવચંદભાઈ કપોપરા,એસ.પી.જી. પ્રમુખ ભુપતભાઈ સાવલિયા,આહિર સમાજના પ્રમુખ જીતુભાઈ ડેર,સારહી કલબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, પરિવર્તન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી શરદ ધાનાણી વિ.ઉપસ્થિત રહીને નવનિયુકત ટીમને અભિનંદન આપ્યા હતા. સમગ્ર સમારોહને સફળ બનાવવા રાજુભાઈ ઝાલાવાડીયા,રજની ધોરાજીયા,જતીન સુખડીયા,ડો.પ્રા.જયદીપ સાવલિયા,લી.હસમુખ પટેલ,કૌશિક હપાણી, ભાવેશ નાકરાણી,ભરત ચકરાણી,પી.સી. દુધાત,દિનેશ હીરપરા,અમિત ધાનાણી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સમારોહનું સુંદર સંચાલન પ્રાઘ્યા પકશ્રી હરેશભાઈ બાવીશીએ કર્યુ હતુ.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.