અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામે મંદીર ચોરી કરનાર ઇસમોને કુલ કિં.રૂ.૫૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી, ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. - At This Time

અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામે મંદીર ચોરી કરનાર ઇસમોને કુલ કિં.રૂ.૫૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી, ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.


યોગેશ કાનાબાર રાજુલા

અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામે મંદીર ચોરી કરનાર ઇસમોને કુલ કિં.રૂ.૫૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી, ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી
એલ.સી.બી.
ગુન્હાની વિગતઃ-
ગઇ તા.૧૦/૦૭/૨૦૨૪ નાં રોજ અજાણ્યા ચોર ઇસમો અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામે આવેલ કસવાળા પરીવારના ખોડીયાર માતાજીના મંદીરના દરવાજા તેમજ તાળા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી, માતાજીની મુરત ઉપરનો સોનાનો ટીકો તથા સોનાનો ચાંદલો તથા દાનપેટીમાંથી રોકડા રૂપિયા તથા માતાજીની ચુંદડી (સાડીઓ) નંગ - ૮ તેમજ ધાતુના હાર મળી કુલ કિ.રૂ.૭૨,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે અંગે પરીમલભાઈ પરશોતમભાઈ કસવાળા રહે.મોટા ભંડારીયા તા.જિ.અમરેલી વાળાએ અજાણ્યા ચોર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ આપતા અમરેલી તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૪૦૩૨૮/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબનો ગુનો રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેકટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ચોક્કસ બાતમી હકિકત આધારે બે પરપ્રાંતીય ઇસમોને પકડી પાડી, મંદીર ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
→ પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) મુકેશ ધુલીયાભાઈ અમલ્યાર, ઉ.વ.૨૨, રહે. ભંડારીયા ગામની સીમ, તા.જિ.અમરેલી મુળ રહે.કાકડવા, ખાડા ફળીયુ, તા.કુકશી, જિ.ધાર (મધ્યપ્રદેશ)
(૨) દિનેશ સુરવસીંગ અમલ્યાર, ઉ.વ.૩૫, રહે.ભંડારીયા ગામની સીમ, તા.જિ.અમરેલી મુળ રહે.કાકડવા, પટેલ ફળીયુ, તા.કુકશી, જિ.ધાર (મધ્યપ્રદેશ)
→ પકડવાના બાકી આરોપીની વિગતઃ-
(૧) બીજુ ભુરલાભાઈ મસાણીયા, મુળ રહે.જાઇ, તા.કુકશી, જિ.ધાર (મધ્યપ્રદેશ)
→ આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ:-
(૧) રોકડા રૂ.૭,૦૦૦/-
(૨) બે ધાતુના હાર કિ.રૂ.૧,૦૦૦/-
(૩) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૧ કિ.રૂ.૩,૦૦૦/-
(૪) એક હીરો ડીલક્ષ મોટર સાયકલ રજી. નંબર MP 11 NA 5627 કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૧,૦૦૦/-
નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન
હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા
પો.સ.ઈ.સુ.શ્રી કે.એમ. પરમાર તથા એ.એસ.આઈ. ભગવાનભાઈ ભીલ તથા હેડ કોન્સ. કીશનભાઈ આસોદરીયા,
આદિત્યભાઇ બાબરીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. રમેશભાઈ સીસારા દ્વારા કરવામાં આવેલ છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.