મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની બેડવલ્લી પ્રાથમિક શાળાના ૬૭ માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. - At This Time

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની બેડવલ્લી પ્રાથમિક શાળાના ૬૭ માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.


ખાનપુર તાલુકાની બેડ વલ્લી પ્રાથમિક શાળાના ૬૭ માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં મહીસાગર જીલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી જશોદાબેન પી માલીવાડ, ખાનપુર તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સુરેશભાઈ પી જોશી, તાલુકા સદસ્ય શ્રી જેઠાભાઈ ડી પટેલ, એસએમસીના અધ્યક્ષ શ્રી મોહનસિંહ જાલમસિંહ ચૌહાણ, ખાનપુર તાલુકાની એપીએમસીના ચેરમેન શ્રી ભુલાભાઈ એસ પટેલ, ભાદરોડ સી.આર.સી કોડીનાર શ્રી અશ્વિનભાઈ, એસએમસીના સભ્યશ્રીઓ નિવૃત્ત શિક્ષક મિત્રો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
શાળા પરિવાર ઉપરાંત બાલવાટિકા થી ધોરણ ૮ ના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો
કાર્યક્ર્મ નાં અંતે શાળાના બાળકો તથા આમંત્રિત મહેમાનોને બેડવલ્લી ના શ્રી કમલેશભાઈ અને હર્ષદભાઈ નરસિંહભાઈ પટેલ તરફથી ભોજન આપવામાં આવ્યું
આમ શાળા સ્થાપના દિનની ઉજવણી ખૂબ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.