બાલાસિનોર પોલીસે ગધાવાડા પાટીયા પાસેથી ઈકો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારુ ઝડપી પાડયો
મહીસાગર જીલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન ઈકો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.પ્રાપ્ત વિગત અનુસાર પંચમહાલ ગોધરા રેન્જ આઈજી આર.વી.અસારી તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.વળવી લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓએ જીલ્લામાં પ્રોહીબીશન/જુગારનાં કેસો કરવાની ડ્રાઇવ ચાલતી હોય જે સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ નાઓએ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં અધિકારી તેમજ કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા તથા જુગારની પ્રવૃતિ ચાલતી સંભવિત જગ્યાઓ તથા પ્રોહી બુટલેગર ઉપર વોચ રાખી રેઇડ કરવા સુચના કરેલ.જે સુચના અન્વયે તા.૨૮/૯/૨૦૨૩ નાં રોજ પોલીસ સ્ટાફનાં માણસો સાથે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીગ દરમ્યાન ગધાવાડા ગામના પાટીયા પાસે વાહન ચેકીંગમાં હતા.તે દરમ્યાન ઇક્કો ગાડી નંબર GJ-07-DC-9031 નો ચાલક તેની ગાડીમાં વિરપુરથી બાલાસિનોર તરફ આવતા રોડ આવતા જે ગાડીને અટકાવી તેમાં તપાસ કરતા ગે.કા.વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો પર પ્રાન્તીય વિદેશી દારૂના બીયર ટીન કુલ્લે નંગ-૨૧૨ કીમંત રૂપિયા ૨૫,૪૪૦/- તથા ઇક્કો ગાડીની કીંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂા. ૨,૨૫,૪૪૦ ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલ હતો.જયારે વાહન મુકી આરોપી નાશી જઇ ગુન્હો આચરેલ હોય ઉપરોકત પ્રોહી મુદ્દામાલ પકડી પાડી ઉપરોકત તમામ ઇસમો વિરુધ્ધ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ઘરવામાં આવેલ હતી
ભીખાભાઈ ખાંટ
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.