જ્યારે ભારતીય અબજોપતિ રતનજી ટાટાને રેડિયો પ્રસ્તુતકર્તા એ ટેલિફોન ઇન્ટરવ્યુમાં પૂછ્યું...? - At This Time

જ્યારે ભારતીય અબજોપતિ રતનજી ટાટાને રેડિયો પ્રસ્તુતકર્તા એ ટેલિફોન ઇન્ટરવ્યુમાં પૂછ્યું…?


*હું તમારો ચહેરો યાદ કરવા માંગું છું*
*જેથી જ્યારે હું તમને સ્વર્ગ માં મળીશ*
*ત્યારે તમને ઓળખી શકું*
*અને ફરી એકવાર તમારો આભાર માની શકું*

જ્યારે ભારતીય અબજોપતિ રતનજી ટાટાને
રેડિયો પ્રસ્તુતકર્તા એ
ટેલિફોન ઇન્ટરવ્યુમાં પૂછ્યું...?

*સર* જ્યારે તમને જીવન ની સૌથી ખુશી ની ક્ષણ મળી ત્યારે તમને શું યાદ છે...?

*રતનજી ટાટાએ કહ્યું* : હું જીવન માં
ખુશીના ચાર તબક્કા માં થી
પસાર થયો છું
*અને આખરે*
મને સાચા સુખ નો અર્થ સમજાયો

*પ્રથમ તબક્કો*
સંપત્તિ અને સંસાધનો એકઠા કરવાનો હતો
પણ આ તબક્કે મને જોઈતું સુખ મળ્યું નથી

*બીજો તબક્કો*
કીમતી વસ્તુઓ એકત્ર કરવાનો
પણ મને સમજાયું કે
આ વસ્તુની અસર પણ ક્ષણિક હોય છે
અને કિંમતી વસ્તુઓ ની ચમક
પણ લાંબો સમય ટકતી નથી

*ત્રીજો તબક્કો*
મોટો પ્રોજેક્ટ મેળવવાનો
તે સમયે મારી પાસે
ભારત અને આફ્રિકામાં
ડીઝલનો 95% પુરવઠો હતો

હું ભારત અને એશિયા ની
સૌથી મોટી સ્ટીલ ફેક્ટરી નો
માલિક પણ હતો

*અહીં પણ મને એ સુખ નથી મળ્યું જે મેં ધાર્યું હતું*

*ચોથો તબક્કો*
જ્યારે મારા એક મિત્ર એ
મને કેટલાક અપંગ બાળકો માટે
વ્હીલચેર ખરીદવાનું કહ્યું

લગભગ 200 બાળકો

એક મિત્રના કહેવાથી મેં તરત જ વ્હીલચેર ખરીદી

પરંતુ મિત્રે આગ્રહ કર્યો કે
હું તેની સાથે જાઉં
અને બાળકોને
વ્હીલચેર સોંપી દઉં

હું તૈયાર થઈને તેની સાથે ગયો

ત્યાં મેં આ બાળકો ને
મારા પોતાના હાથે
આ વ્હીલચેર આપી

મેં આ બાળકો ના ચહેરા પર
ખુશી ની એક વિચિત્ર ચમક જોઈ

મેં તે બધાને વ્હીલચેર માં
બેસતા, ચાલતા અને મજા કરતા જોયા

એવું લાગતું હતું કે
( રતન ટાટા પોતે )
તેઓ કોઈ
પિકનિક સ્પોટ પર પહોંચ્યા હતા
જ્યાં તેઓ
વિજેતા ભેટ વહેંચી રહ્યા હતા

*મેં મારી અંદર વાસ્તવિક આનંદ અનુભવ્યો*

જ્યારે મેં ત્યાં થી જવાનું નક્કી કર્યું
ત્યારે એક બાળકે
મારો પગ પકડી લીધો

મેં ધીમે ધીમે
મારા પગ છોડાવવાનો
પ્રયત્ન કર્યો
પરંતુ
બાળકે મારા ચહેરા તરફ જોયું
*અને મારા પગને જકડી રાખ્યા*

મેં ઝૂકીને બાળકને પૂછ્યું...?
તમને બીજું કંઈ જોઈએ છે....?

આ બાળકે મને જે જવાબ આપ્યો
તેનાથી મને માત્ર આઘાત જ લાગ્યો નથી
પરંતુ જીવન પ્રત્યેનો
મારો દૃષ્ટિકોણ પણ
સંપૂર્ણપણે બદલાઈ ગયો

*આ બાળકે કહ્યું* :
હું તમારો ચહેરો
યાદ કરવા માંગુ છું
જેથી
*જ્યારે હું તમને સ્વર્ગમાં મળીશ*
*ત્યારે હું તમને ઓળખી શકું*
*અને ફરી એકવાર*
*તમારો આભાર માની શકું*

( સત્ય ઘટના પર આધારિત...! )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.